તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:શહેરમાં વધુ 246 કેસ પોઝિટિવ, બે દર્દીના મોત , વધુ 296 દર્દીઓ સાથે સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 41558 પર પહોંચી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણમાં સતત વધારો થવાની સાથે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી રહી છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણમાં સતત વધારો થવાની સાથે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી રહી છે.

શહેરમાં 207 અને જિલ્લામાં 39 કેસ સાથે ગુરૂવારે કોરોનાના વધુ 246 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ કેસની કુલ સંખ્યા 44417 થઈ ગઈ છે. ગુરૂવારે શહેરમાંથી વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1068 થઈ ગયો છે. ગુરૂવારે શહેરમાંથી 235 અને જિલ્લામાંથી 61 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 41558 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

કાપડના વેપારી, બિલ્ડર સંક્રમિત
શહેરમાં ગુરૂવારે કાપડના વેપારીઓ, બિલ્ડર, ડોક્ટર, બેંક કર્મચારીઓ સહિત અનેક કોરોના સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 3 કાપડના વેપારી, બિલ્ડર, વિદ્યાર્થી, જમીન દલાલ, મીશન હોસ્પિટલના ડોક્ટર, આઈટી એન્જિનિયર, પ્રાઈવેટ ડોક્ટર, વેસ્ટ ઝોનમાં આરટિસ્ટ, 4 વિદ્યાર્થી, દોરાના વેપારી, લૂમ્સ કારખાનેદાર, પ્રાઈવેટ ડોકટર, બેંક કર્મચારી, વરાછા ઝોનમાં બેંક કર્મચારી, ટીચર કોરોના સંક્રમિત થયા છે.

અડાજણ-ઉમરાના બે દર્દીઓના મોત
અડાજણ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય યુવકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 25 નવેમ્બરે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મોત નિપજ્યું છે. તેવી જ રીતે ઉમરા વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાને 30 નવેમ્બરના રોજ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગુરૂવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો