કોરોના સુરત LIVE / અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Corona Surat Live, 29 June 2020, The number of positive cases more than 4800
X
Corona Surat Live, 29 June 2020, The number of positive cases more than 4800

  • 6 મોત સાથે મૃત્યુઆંક 180 થયો
  • વરાછા એ અને બી તથા કતારગામના મળીને 106 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી
  • સતત અઠવાડીયાથી વધતા કેસને લઈને આરોગ્ય તંત્રની મુશ્કેલીમાં વધારો થયો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 09:24 PM IST

સુરત. કોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. શહેરમાં આજે સૌથી વધુ 217 કેસ નોંધાયા છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર થયેલી યાદી મુજબ શહેરમાં આજે 185 અને જિલ્લામાંથી 32 મળીને કુલ શહેરમાં 4530 અને જિલ્લાના કુલ 525 સાથે કુલ પોઝિટિવ 5055 કેસ નોંધાયા છે. આજે કુલ 6 મોત  થયા છે. જેથી મૃત્યુઆંક 180 થયો છે. સુરતના મહિધરપુરા હીરા બજારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના 1262 મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં શહેરના 165 અને જિલ્લાના 15નો સમાવેશ થાય છે. આજે કુલ 170 અને જિલ્લામાં 15 મળીને કુલ 3098 લોકો કોરોના મુક્ત થયા છે. આજે વરાછા એ અને બી તથા કતારગામ ઝોનમાં આજે એક જ દિવસમાં 106 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલી વધી છે.

ડોક્ટર અને નવી સિવિલની નર્સ સહિત વધુ 3 નર્સ સંક્રમિત
કતારગામ વિસ્તારમાં રહેતા વધુ એક ખાનગી તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ એક નર્સ, કતારગામ વિસ્તારમાં રહેતા અને બીએપીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમિત થયા છે.

પાલિકાના વધુ બે ક્લાર્ક, પોલીસ કર્મચારી સંક્રમિત થયા
રાંદેર વિસ્તારમાં રહેતા અને પાલિકાના સિટી લિન્કમાં ફરજ બજાવતા ક્લાર્કને પણ ચેપ લાગ્યો છે. તેવી જ રીતે કતારગામ વિસ્તામાં રહેતા અને પાલિકાના ઈસ્ટઝોનમાં ફરજ બજાવતા અન્ય એક ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સરથાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીને પણ ચેપ લાગ્યો છે.

ઈન્સ્યોરન્સ કન્સલટન્ટ, પેપર મીલના મેનેજર પણ સંક્રમિત
રાંદેર વિસ્તામા રહેતા ઈન્સ્યોરન્સ કન્સલટન્ટ, વરાછા વિસ્તારમાં રહેતા અને રામા પેપર મીલના મેનેજર, ફર્નીચર શોપના માલીક, તેમજ જીટીપીએલ નેટવર્કના કર્મચારી પણ સંક્રમિત થયા છે.

સિવિલમાં 319 દર્દીઓ ગંભીર
સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે 410 પોઝિટિવ દર્દીઓ દાખલ હતા. જેમાંથી 16 વૅન્ટિલેટર પર, 33 બાઈપેપ પર તેમજ 270 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોવાનું તેમજ 171 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલમાંથી 70 દર્દીઓને પ્રાઈવેટમાં શિફ્ટ કરાયા
સિવિલ હોસ્પિટલ ફુલ થઈ જતા હવે સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ સાથે પણ કરાર કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં રોજ રોજ દર્દીઓનું ભારણ વધી રહ્યું હોવાથી હવે સિવિલ હોસ્પિટલમાંથી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્ટેબલ દર્દીઓને પણ સમરસમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોય તેવા 70 દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી