કોરોના સુરત LIVE:વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 20,528 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 806 પર પહોંચ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન.નરેશ એન્ડ હીરા કંપનીને બંધ કરી ક્વોરન્ટીનનું બેનર લગાવી દેવાયું - Divya Bhaskar
એન.નરેશ એન્ડ હીરા કંપનીને બંધ કરી ક્વોરન્ટીનનું બેનર લગાવી દેવાયું
  • સિવિલમાં અને સ્મીમેર હોસ્પિટલમાં 127 દર્દીઓ ગંભીર

શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 239 કેસ નોંધાયા છે. જેથી પોઝિટિવનો આંકડો વધીને 20,528 થયો છે. આજે બે મોત સાથે મૃત્યુઆંક વધીને 806 પર પહોંચ્યો છે.જેમાં શહેરના 611 અને જિલ્લાના 195 લોકોનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 140 અને જિલ્લામાંથી 63 લોકોએ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. જેથી કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 16,873 થઈ ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2849 સારવાર હેઠળ છે.

8 હજારનો દંડ વસૂલી બે ડાયમંડ યુનિટોને બંધ કરાવાયા
ગોપીનાથજી ઈમ્પેક્ષમાં એસઓપીનું પાલન થતું નહી હોય તે યુનિટ બંધ કરાવી દેવાયું હતું. નંદુ દોષીની વાડી ખાતે એન.નરેશ એન્ડ કંપનીમાં 14 રત્ન કલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં યુનિટ બંધ કરાવી દેવાની ઝોનને ફરજ પડી છે. જ્યારે પાનસુરિયા ઈમ્પેક્ષમાં કર્મચારી મોઢા પર માસ્ક નહીં પહેરતાં 5 હજારનો, નેવીલ એન્ડ કંપનીમાં-પંડિત પના સેન્ટરમાં અને મોન્યુ આમલેટને સોશ્યલ ડિસ્ટંન્સીંગ નહી જાળવતા એક એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ 8 હજારનો દંડ વસૂલી બે ડાયમંડ યુનિટોને બંધ કરાવી દેવાયા છે.

સુરત શહેરમાં કુલ 15,939 અને જિલ્લામાં 4350 કેસ
સુરત શહેરમાં કુલ 15,939 પોઝિટિવ કેસમાં 609ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4350 પૈકી 195ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 20,289 કેસમાં 804ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13,206 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 3554 દર્દીઓ સાજા થયા છે.

સિવિલમાં અને સ્મીમેરમાં 14 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 128 દર્દીઓ પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 71 પૈકી 43 દર્દીઓ ગંભીર છે. 8 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.