તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 149 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 48,978 પર પહોંચ્યો, 1 મોત સાથે મૃત્યુઆંક 1123 થયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ફેશન ડિઝાઈનર, પોસ્ટમેન, જ્વેલર્સ સહિત અનેક સંક્રમીત

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 149 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 48,978 પર પહોંચ્યો છે. આજે 1 મોત સાથે મૃત્યુઆંક 1123 થયો છે. આજે શહેરમાંથી 115 અને જિલ્લામાંથી 29 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 46,726 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં મળીને કુલ 1129 એક્ટિવ કેસ છે.

2 વિદ્યાર્થી, સીએ, એમ્બ્રોઈડરી કારખાનેદાર સહિત અનેક સંક્રમીત
નવા નોંધાયેલા કેસમાં શહેરમાં ફેશન ડિઝાઈનર, પોસ્ટમેન, જ્વેલર્સ સહિત અનેક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, સીએ, ફેશન ડિઝાઈનર, એમ્બ્રોઈડરી કારખાનેદાર વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, જ્વેલર્સ, એલઆઈસી એજન્ટ, બેંક મેનેજર, સેન્ટ્રલ ઝોનમાં ઉમરાખ કોલેજના લેક્ચરર, કરીયાણા દુકાનદાર, સાઉથ ઈસ્ટ ઝોનમાં કાપડના વેપારી, વિદ્યાર્થી, નોર્થ ઝોનમાં પોસ્ટમેન તેમજ જ્વેલર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના 28 દર્દીની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 43 દર્દી પૈકી 20 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 3 બાઈપેપ અને 16 ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 8 પૈકી 8 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર અને 3 ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો