તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:નવા 35 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1477 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને 20 રિકવર થયા

સુરતએક વર્ષ પહેલા
  • મૃત્યુઆંક 66 અને રિકવરી આંક 1029 થયો
  • જિલ્લામાં વધુ એક કેસ સાથે આંક 97 થયો

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 35 કેસ નોંધાતા શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1477 થઈ ગઈ છે. સવારે એક બાદ વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક 66 થઈ ગયો છે. શહેરમાંથી 15 અને જિલ્લામાંથી 5 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 1029 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દરમિયાન અમરોલી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેથી તંત્ર દ્વારા આજે 2750 ઘર માં રહેતા 11105 લોકોને માસ ક્વોરન્ટીન કર્યા છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ બેના મોત

શહેરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તે લિંબાયત ઝોનના હોટસ્પોટ માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા 55 વર્ષીય મહેશભાઈ બ્રીજલાલ રાણાને કોરોનાની સારવાર માટે ગત 13મીની સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. ડાયાબિટીઝ તેમજ પ્રેશરની પણ સારવાર લઇ રહેલા મહેશભાઈનું આજે મોત નીપજ્યું હતું. અન્ય એક 75 વર્ષીય મહિલા બદરૂન્નિસા મો. અબ્બાસ પઠાણનું પણ મોત થયું છે. જેમને બ્લડ પ્રેસર અને અસ્થમાની બીમારી હતી. બેના મોતની સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 66 થયો છે.

છ ઝોનમાં વધુ કેસ નોંધાયા

સુરત સિટીમાં વધુ 34 કેસ અને જિલ્લામાં એક કેસ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કેસ હોટ સ્પોટ લિંબાયત ઝોનમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 6, વરાછા-એ ઝોનમાં 3, રાંદેર ઝોનમાં 1, કતારગામ ઝોનમાં 9 અને ઉધના ઝોનમાં 5 કેસ નોંધાયા છે.

લિંબાયતમાં ટેલર, કપડા અને નાસ્તાની દુકાનવાળા તેમજ નિવૃત શિક્ષક સંક્રમીત થયા

લિંબાયત મઝદા પાર્ક‌ ખાતે રહેતા અસલમ કાલેહ અન્સારી(38) નાસ્તાની દુકાન ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લિંબાયત મહાપ્રભુ નગર ખાતે રહેતા ‌ફિરોઝ ફરમાન શેખ ટેલ‌રિંગનું કામ કરે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત નિલગિરી સર્કલ,શિવાજી નગર ખાતે રહેતા મો.જાવેદ મન્સુરી (37) કપડાની દુકાન ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ‌લિંબાયત, બુધ્ધનગર સોસાયટી ખાતે રહેતા મો.માસૂદ શેખ (62)મજુરાગેટ આઇટીઆઇના ‌નિવૃત્ત ‌શિક્ષક છે. તેમનો રિપોર્ટ પણ મંગળવારે પોઝિટવ આવ્યો છે.

પાલિકાના કર્મચારી, હેલ્થ સેન્ટરના વોચમેન અને પ્રોપર્ટી બ્રોકર સક્રમીત

રામપુરા-રામબાગ ખાતે રહેતા નિરવ ‌વિજયભાઈ કંથારીયા એસએમસીના રેકોર્ડ ‌વિભાગમાં ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે રૂદરપુરા, પુરબિયા શેરી ખાતે રહેતા રીતેશચંદ્ર કાંતીલાલ (45) નવસારી બજાર ખાતે આવેલી આવેલી ડીકેએમ હો‌‌સ્પિટલ-અર્બન હેલ્થ સેન્ટરના વોચમેન છે. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતી વખતે કોઈક દર્દીના સંપર્કમાં આવતા તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. આ ઉપરાંત અમરોલી ‌શિક્ષાપત્રી હાઇટ્સમાં રહેતા અને પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતા જાગૃત પટેલ (36) કોરોનાથી સંક્ર‌મિત થયા હતા.

શાકભાજીના વેપારી અને ચાની લારી વાળા સંક્રમીત

બોમ્બે માર્કેટ સો‌નિયાનગર ખાતે રહેતા ગુલાબચંદ છોટેલાલ (45)સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. તેમને કોરોનાનાં લક્ષણો જણાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. ગોલવાડમાં ચાની લારી ચલાવતા રાજુ ઇશ્વર ચૌહાણ (43)ને પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પો‌ઝિટીવ ‌આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...