તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 48671 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1120 થયો છે. ગત રોજ શહેરમાં 131 અને જિલ્લાના 27 લોકો મળી કુલ 158 લોકો સાજા થયા હતા જેને પગલે સાજા થનારાઓની સંખ્યા 46417 પર પહોંચી ગઈ છે.હાલ શહેર જિલ્લામાં 1134 એક્ટિવ કેસ છે.
સિટીમાં 36315 અને જિલ્લામાં કુલ 12356 કેસ
સુરત સિટીમાં કુલ 36315 પોઝિટિવ કેસમાં 836ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 12356 કેસ પૈકી 284ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 48671 કેસમાં 1120ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 34671 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 11746 દર્દી સાજા થયા છે. સિટી અને જિલ્લા મળી કુલ 46417 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.
ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહીત અનેકનો રિપોર્ટ પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માર્કેટિંગની જોબ કરનાર, સોફ્ટવેર એન્જીનીયર, કપડાનો ધંધો કરનાર, પ્રાઇવેટ ક્લિનિક ચલાવનાર ડોક્ટર, હાર્ડવેરનો ધંધો કરનાર, બાંધકામના ધંધા સાથે સંકળાયેલા, રામનગરમાં મોબાઈલ શોપ ધરાવનાર, અડાજણ મારુતિ સુઝુકીમાં જોબ કરનાર અને ટેક્ષટાઇલ માર્કેટ સાથે સંકળાયેલાઓ ઉપરાંત ખેડૂતો અને વિદ્યાર્થીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.