તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:41 દિવસ બાદ કોરોનામાં 1 દર્દીનું મોત, શહેરમાં નવો 1 અને જિલ્લામાં શૂન્ય કેસ, કુલ આંક 1,43,586 થયો

સુરતએક મહિનો પહેલા
શાળા કોલેજોમાં પણ વેક્સિન આપવા માટે પાલિકાએ કામગીરી શરૂ કરી છે.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 55 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. આજ રોજ માત્ર 1 જ કેસ નોંધાયો છે. શહેરમાં 01 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,586 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં 41 દિવસ બાદ કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 દર્દીઓ મળી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,416 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 55 નોંધાઈ છે.

સ્કૂલ કોલેજમાં 2462ને રસી અપાઈ
શાળાના બાળકો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. વાલીઓમાં પણ સ્વાભાવિક રીતે જ ચિંતા હોય અને વહીવટીતંત્ર પણ તેને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 895 જેટલા વિદ્યાર્થીઓ અને 1867 ટચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ મળી કુલ 2462 લોકોનો વેક્સિનેશન સ્કૂલ-કોલેજમાં કર્યું છે. આગામી દિવસોમાં પણ સ્કૂલ અને કોલેજમાં મહાનગરપાલિકા વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખશે.

ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને વેક્સિન
આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, બાળકોને લઈને કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા દાખવવામાં આવશે નહીં. સરકારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે ખૂબ જ ઝડપથી વિદ્યાર્થીઓને વ્યક્તિને આપી રહ્યા છે. તેની સાથે શિક્ષકે નોન ટીચીંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત ન થાય તેના માટે અમે ઝડપથી બંને ડોઝ પૂરા કરી દેવા માટે ફરજ પાડી રહ્યા છે. તેમને સમજણ આપી રહ્યા છે અને અમારા સ્ટાફને કામગીરી પણ અમે વધારી દીધી છે.

કોરોના રસીકરણ
સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 160 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 80 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને 49 કરવામાં આવ્યાં છે.2 સેન્ટર વિદેશ જનારા માટે અને 10 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા છે. સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે. જ્યારે 11 કોવેક્સિન માટે સેન્ટર ફાળવવામાં આવ્યાં છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ