તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:શહેર-જિલ્લામાં નવા 289 કેસ નોંધાયા, 3 લોકોના મોત થતા મૃત્યુઆંક 1050 થયો, 1694 કેસ એક્ટિવ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હીરાના વેપારી, ONGCના એન્જિનિયર, VNSGUના પ્રોફેસર સહિત અનેક સંક્રમિત

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 42 હજારને પાર કરીને 42528 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1050 થયો છે. અત્યાર સુધીમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 39784 પર પહોંચી છે. જોકે વધી રહેલા કેસની સાથે સાથે શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ફરીથી વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ફરીથી 1600ને પાર કરી 1694 થઈ ગઈ છે.

સિટીમાં કેસ 31 હજારને પાર અને જિલ્લામાં કુલ 11271 કેસ
સુરત શહેરમાં પોઝિટિવ કેસનો આંક 31 હજારને પાર કરી 31257 અને 769ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11271 કેસ પૈકી 281ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 42528 કેસમાં 1050ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 29,302 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10482 દર્દી સાજા થયા છે.

નવા નોંધાયેલા કેસમાં આવેલા પોઝિટિવ કેસ
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં હીરાના વેપારી, ઓએનજીસીના એન્જિનિયર, યુનિર્વસિટીના પ્રોફેસર, બેંક કર્મચારીઓ સહિત અનેક કોરોનામાં સપડાયા હતા. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 હીરાના વેપારી, એડ્વોકેટ, કાપડના વેપારી, ડોક્ટર, ઓએનજીસીના એન્જિનિયર, યુનિવર્સિટીના પ્રોફેસર, શારદાયતન સ્કૂલના ટીચર, વિદ્યાર્થી, ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ, બેંક કર્મચારી, રાંદેર ઝોનમાં બેંક કર્મચારી, જમીન દલાલ, પીઠાવાલા કોલેજના પ્રોફેસર, રત્નકલાકાર, પાલિકાના વિજીલન્સ ઓફિસર, ડિમાર્ટના મેનેજર, વિડીયો એડિટર, યાર્ન દલાલ, ડોક્ટર, વરાછા ઝોનમાં કાપડ વેપારી, 2 એમ્બ્રોઈડરી કારખાનેદાર, રત્નકલાકાર, સેન્ટ્રલ ઝોનમાં ગ્રાફિક ડિઝાઈનર, પાલિકાના સફાઈ કામદાર, લિંબાયત ઝોનમાં લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી, કતારગામ ઝોનમાં ડોક્ટર, 3 રત્નકલાકાર, બેંક મેનેજર, ફાર્મા કંપનીના કર્મચારી અને સાઉથ ઝોનમાં વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેરમાં 63 કોરોના દર્દીઓની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 104 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 63 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 11 વેન્ટિલેટર, 16 બીપેપ અને 36 દર્દીઓ ઓક્સિજન પર છે.