કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસ ઘટતાં રસીકરણ તેજ કરી દેવાયું, આજે 163 સેન્ટર પર વેક્સિન અપાશે, પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ અલગ વ્યવસ્થા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની ત્રીજી લહેર અગાઉ હોસ્પિટલમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાની ત્રીજી લહેર અગાઉ હોસ્પિટલમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર ચાર જ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના રસીકરણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે પહેલા અને બીજા ડોઝ માટે જ 163 સેન્ટર પર લોકોને રસી આપવામાં આવશે. સાથે વૃદ્ધો અને સગર્ભા તથા રજીસ્ટ્રેશન કરાવીને એપોઈમેન્ટ લેનારા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,582 થઈ
શહેરમાં 02 અને જિલ્લામાં 2 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયાં હતાં. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,582 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગત રોજ શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 00 દર્દીઓ મળી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,412 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56 નોંધાઈ છે.

કોરોના રસીકરણ
સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 163 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 83 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને 49 કરવામાં આવ્યાં છે.2 સેન્ટર વિદેશ જનારા માટે અને 10 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા છે. સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે. જ્યારે 11 કોવેક્સિન માટે સેન્ટર ફાળવવામાં આવ્યાં છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ

અન્ય સમાચારો પણ છે...