કોરોના સુરત LIVE:વધુ 300 કેસ સાથે પોઝિટિવનો આંકડો 27,692 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 909 પર પહોંચ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના 129 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 300 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 27,692 પર પહોંચી છે. બે મોત સાથે મૃત્યુઆંક 909 થયો છે. શહેરમાંથી આજે 182 અને જિલ્લામાંથી 110 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ કોરોના મુક્ત લોકોની સંખ્યા 24,265 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2518 કેસ એક્ટિવ છે.

જિલ્લાના કેસ 7 હજારને પાર
જિલ્લામાં આજે કુલ 116 કેસ સામે આવ્યા છે. જેથી કોરોના પોઝિટિવનો આંકડો 7065 પર પહોંચ્યો છે. 1 મોત સાથે જિલ્લામાં કુલ 243 મૃત્યુ થયા છે. જ્યારે જિલ્લામાં હાલ દાખલ દર્દીની સંખ્યા 1053 થઈ છે. હાલ જિલ્લામાં એક્ટિવ ક્લસ્ટરની સંખ્યા 1491 છે. આજે 110ને જિલ્લામાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ કોરોનામુક્ત થયેલાની સંખ્યા 5769 પર પહોંચી છે.

કેસ વધે તે વિસ્તારમાં પ્રતિબંધો આકરા કરાશે
પોઝિટિવ કેસનો આંકડો વીસ હજારને પાર કરી ગયો છે અને 655 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં સંક્રમણ વધવા પાછળ પોઝિટિવ કેસ આવે તે વિસ્તારમાં કન્ટેઈનમેન્ટની કામગીરીમાં કચાસ રહેતી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે હવે જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવે તે વિસ્તારમાં તંત્ર આક્રમક કામગીરી કરવા સાથે કોન્ટેક્ટ ટ્રેસીંગ કામગીરી પણ સઘન બનાવશે. આ ઉપરાતં બફર ઝોનમાં સર્વે કરવા સાથે હાઈ રિસ્ક વિસ્તારમાં લોકોના અવર જવર પર પ્રતિબંધ મુકવા કે અંકુશ લાવવા માટે કવાયત થઈ રહી છે.

સિવિલ અને સ્મીમેર 14 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 116 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 82 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 56 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 56 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 47 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 23 દર્દીઓ ઓક્સિજન પર છે.