તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:શહેરમાં કોરોના ઘટ્યો, 14 દિવસ કેસ ન નોંધાતા તાપી જિલ્લો કોરોનામુક્ત, આજે માત્ર બીજા ડોઝ માટે 105 સેન્ટર પર રસી અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વિરોધી રસીકરણ પાલિકા દ્વારા તેજ કરી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના વિરોધી રસીકરણ પાલિકા દ્વારા તેજ કરી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર ચાર જ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના રસીકરણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે માત્ર બીજા ડોઝ માટે જ 105 સેન્ટર પર લોકોને રસી આપવામાં આવશે. બીજી તરફ તાપી જિલ્લામાં 14 દિવસથી એક પણ કોરોનાનો કેસ ન નોંધાતા તાપી કોરોનામુક્ત થયો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,574 થઈ
શહેરમાં 01 અને જિલ્લામાં 3 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયાં હતાં. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,578 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગત રોજ શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 00 દર્દીઓ મળી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,410 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 નોંધાઈ છે.

તાપી જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ કેસ નહીં
તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં એક પણ દર્દી પોઝિટિવ ન આવતા રાહતનાં સમાચાર છે. છેલ્લા 14 દિવસથી જિલ્લામાં કોઈ પોઝિટિવ દર્દીઓ ન આવતા તંત્રને રાહત અનુભવી કોરોનાથી સંપૂર્ણ મુકત છે.

કોરોના રસીકરણ
સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 105 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 84 સેન્ટર પર કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવામાં આવશે. જ્યારે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધી હોય તેના માટે 9 સેન્ટર, સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 12 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ