• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 24 May 2020, The number of positive cases increased with death and the recovery number

કોરોના સુરત LIVE / નવા 35 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1372 પર પહોંચ્યો, એકનું મોત અને 44 ડિસ્ચાર્જ થયા

Corona Surat Live, 24 May 2020, The number of positive cases increased with death and the recovery number
X
Corona Surat Live, 24 May 2020, The number of positive cases increased with death and the recovery number

  • શહેર જિલ્લામાં મૃત્યુઆંક 62 અને રિકવરી આંક 946 થયો
  • સુરત જિલ્લામાં વધુ એક કેસ નોંધાતા આંક 93 પર પહોંચ્યો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 06:54 PM IST

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, વધુ 35 કેસ નોંધાતા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1372 થઈ ગઈ છે. વધુ એક મોત નોંધાતા આ સાથે કોરોનાનો શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 62 થઈ ગયો છે. વધુ 44 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી રિકવરી આંક 946 પર પહોંચી ગયો છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ એકનું મોત

સુરત જિલ્લામાં મોતનો આંકડો 62 પર પહોંચી ગયો છે. આજે વધુ એકનું મોત થયું છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરામાં મોઢેશ્વરી પોળમાં રહેતી 52 વર્ષીય કૌશલ્યાબેન રાજેશભાઈ રાણાને 23 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું આજે મોત થયું છે. જેમને ડાયાબિટીસ અને માનસિક બીમારી હતી.

છ ઝોનમાં નવા કેસ નોંધાયા

સુરત શહેરમાં આજે વધુ 34 કેસ નોંધાયા છે. જ્યારે એક કેસ જિલ્લામાં નોધાયો છે. જેમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 4, વરાછા-એ ઝોનમાં 6, રાંદેર ઝોનમાં 2, લિંબાયત ઝોનમાં 7 અને ઉધના ઝોનમાં 7 કેસ નોંધાયા છે.

વધુ 44 દર્દી ડિસ્ચાર્જ થયા

આજે સુરત શહેરમાં 39 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે જિલ્લામાં પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેથી સુરત શહેર જિલ્લામાં આજે એક જ દિવસમાં 44 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ચૌટાબજારના મંદિરના પૂજારી સંક્રમિત થયા
સલાબતપુરા, ઇન્દરપુરા  ખાતે રહેતા મનસુખભાઈ તુલસીદાસ જરીવાલા (25) ચૌટાબજારના સાંઈબાબા મંદિરમાં પૂજારી છે. શંકાસ્પદ લક્ષણો બાદ સેમ્પલ તપાસ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસી મિકેનીક, કુરીયર કર્મચારી પોઝિટિવ

ગોડાદરા ખાતે રહેતા અને ઉધનામાં કુરીયર ડિલીવરી કરવાનું કામ કરતા દેવયાંક ક્રિષ્ણચંદ પાંડે(26)નો તેમજ વરાછા શ્રી ક્રિષ્ણા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને એસી રિપેરિંગનું કામ કરનાર અલ્પેશભાઈ અમૃતલાલ પેધાડીયા (42) અને વેડરોડ અમૃતધારા કોમ્પલેક્ષ ખાતે રહેતા અને દાદા મિલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મધુસૂદન ભુપતીનાથ મંડલ(56)નો પણ શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લા સેવાસદનના ક્લાર્કને ચેપ લાગ્યો

કતારગામના અજીતભાઈ ભગવાન ડોડીયા(38)108 એમ્બ્યુલન્સમાં ઈએમટી છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કતારગામ ફાયર સ્ટેશનના કર્મચારીઓને કોરન્ટાઈન કરી ફાયર સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. લિંબાયતખાતે રહેતા ડો. જાવિદ એસ માન્યાર (39) પ્રાઈવેટ ક્લિનીક ચલાવે છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગોડાદરાના શીલાબેન દિનેશપટેલ(26) જીલ્લા સેવા સદનમાં રેવન્યુ ક્લાર્ક છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

કેરી વિક્રેતા અને  ચાવાળા પોઝિટિવ

ગોપીપુરા, દાના એપાર્ટમેન્ટ ખાતે રહેતા શેખ જાવિદ શેખ મઝીદ (ઉ.વ.23) ગોપીપુરા ફિસલ્લી મસ્જીદ પાસે કેરીનો ધંધો કરે છે. કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો જે શનિવારે પોઝિટિવ આવ્યો છે. કેરીના વેચાણ દરમિયાન તેમને કોઈક ગ્રાહક દ્વારા ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. તેવી જ રીતે રૂઘનાથપુરા, વરાછા શેરી ખાતે રહેતા ઠાકોરભાઈ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.57) દિલ્હી ગેટ પાસે ચાની લારી ચલાવે છે. શનિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી