તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 143088 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2109 અને કુલ 139944 દર્દી રિકવર થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ઘટતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ ઘટતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1035 થઈ

કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે , સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143088 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2109 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 40 અને જિલ્લામાંથી 27 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 139944 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર 31 કેસ અને એક મોત નોંધાયું હતું. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1035 થઈ ગઈ છે.

મ્યુકોરના નવા 4 દર્દી, 1નું મોત, 16ને રજા મળી
સારવાર લઇ રહેલા મ્યુકોરમાઇકોસિસના વધુ એક દર્દીનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે 4 નવા દર્દીઓ દાખલ થયા હતા. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી 16 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બંને સરકારી હોસ્પિટલોમાં 128 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધીમાં 404 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવી સિવિલમાં 34 અને સ્મીમેર હોસ્પિટલમાં 18 મળી કુલ 52 જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.