તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો, આજે 164  સેન્ટર પર લોકોને રસી અપાશે, પહેલા અને બીજા ડોઝ માટે અલગ-અલગ વ્યવસ્થા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 52 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ માત્ર ચાર જ કેસ નોંધાયો હતો. આ સાથે કોરોના રસીકરણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે 164 સેન્ટર પર લોકોને રસી આપવામાં આવશે. જેમાં પહેલા અને બીજા ડોઝ માટે અલગ અલગ સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,570 થઈ
શહેરમાં 01 અને જિલ્લામાં 3 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયો હતો. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,574 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગત રોજ શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 02 દર્દીઓ મળી 05 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,408 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 52 નોંધાઈ છે.

કોરોના રસીકરણ
સુરત શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 164 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 79 સેન્ટર પર કોવિશીલ્ડનો પહેલો ડોઝ અને 54 સેન્ટર પર બીજો ડોઝ મળશે. બે સેન્ટર વિદેશ જતા લોકો માટે ફાળવાયા છે. જ્યારે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધી હોય તેના માટે 9 સેન્ટર, સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર અને 12 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ