કોરોના સુરત LIVE / નવા 29 કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 1337 થયો,3 મોત થયા, 22 લોકોને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં કોરોના દર્દીઓ સાજા થવામાં દેશમાં સૌથી વધુ ટકાવારી નોંધાઈ છે.
શહેરમાં કોરોના દર્દીઓ સાજા થવામાં દેશમાં સૌથી વધુ ટકાવારી નોંધાઈ છે.
X
શહેરમાં કોરોના દર્દીઓ સાજા થવામાં દેશમાં સૌથી વધુ ટકાવારી નોંધાઈ છે.શહેરમાં કોરોના દર્દીઓ સાજા થવામાં દેશમાં સૌથી વધુ ટકાવારી નોંધાઈ છે.

  • કોવિડ-19 હોસ્પિટલમાં 3 મોત થતાં મૃત્યુઆંક 61 ઉપર પહોંચ્યો
  • 22 દર્દીઓ રિક્વર થતાં કુલ 902 લોકોએ કોરોનાને મ્હાત આપી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:28 PM IST

સુરત. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજે રોજ જેટલા નવા દર્દીઓ પોઝિટિવ નોંધાય છે એ સામે રિક્વરી પણ સારી એવી લોકો મેળવીને હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યાં છે. પાલિકાના જણાવ્યા અનુસાર આજે નવા 29 કેસ નોંધાયા છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા શહેરમાં 1245 થઈ છે. જ્યારે જિલ્લામાં આજે નવો કોઈ પોઝિટિ કેસ આવ્યો નથી. જેથી શહેર અને જિલ્લાના કુલ મળીને 1337 પોઝિટિવ દર્દીનો આંકડો પહોંચ્યો છે. આજે કુલ 3 નવા મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 61 થઈ છે. જેમાં બે જિલ્લાના મૃતકોનો પણ સમાવેશ થાય છે. આજે 22 દર્દીઓને કોવિડ-19 સેન્ટરમાંથી ડિસ્ચાર્જ કરાતા કુલ 902 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જેમાં જિલ્લાના 50નો પણ સમાવેશ થાય છે.

મૃતકોના નામ
કોરોનાના કારણે મોતને ભેટેલા ત્રણ મૃતકો પૈકી સુશિલા અશોક કદમ(ઉ.વ.આ.62) ડિમ્પલ નગર પરવત પાટીયા. સુશિલા બેનને 11મી મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. જેમનું આજે મોત થયું છે. સુશિલાબેન બ્લેડ પ્રેશરની બીમારી હતી. બીજા મૃતકમાં અનસુયાબેન પ્રેમચંદ ચોપાડકર (ઉ.વ.આ.75)ના મદનપુરા લિંબાયત ખાતે રહેતા હતાં. તેઓને કોરોનાના કારણે 20મી મેના રોજ દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને ડાયાબિટીસ,બ્લેડપ્રેશર અને કિડનીની બીમારી હતી.ત્રીજા મૃતકમાં લીલીબેન મુરલીધર જિંજાતકર (ઉ.વ.આ.75)ના તડકેશ્વર સોસાયટી અલથાણમાં રહેતા હતાં. તેમને હ્રદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો અને બ્લેડ પ્રેશની બીમારી પણ હતી.

1768 ટીમો દ્વારા સર્વેલન્સ

મ્યુ. કમિશનર જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૭૧૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૭૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૩૬  લોકો છે. ૧૭૬૮ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૫૨ લાખ ૭૨ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૬ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.

દવાઓનું વિતરણઅત્યાર સુધીમાં ૧૮ લાખ ૬૧ હજારથી વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે, આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ આ દવાનું વિતરણ થતું હોવાથી તમામ લોકોએ સવારે ઉઠ્યા પછી ભૂખ્યા પેટે હોમિયોપેથી દવાનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે હિતાવહ છે એમ તેમણે જણાવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી