કોરોના સુરત LIVE:વધુ 3 ડોક્ટર સહિત કુલ 23 સ્વાસ્થ્યકર્મી ચેપગ્રસ્ત, 30મી સુધી કિરણ હોસ્પિટલ બંધ, કુલ 554 કેસ

સુરત2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિરણ હોસ્પિટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
કિરણ હોસ્પિટલની ફાઈલ તસવીર
 • સુરત જિલ્લામાં પણ પોઝિટિવ કેસનો આંક વધ્યો
 • સિવિલના ફાર્માસિસ્ટ, ITના ટેક્સ આસિસ્ટન્ટ, કતારગામ ઝોનના આ.કમિશનરના ડ્રાઇવરને પણ ચેપ
 • કતારગામ ઝોનના આસિ. કમિ.નો ડ્રાઈવર પોઝિટિવ થતા હોમ ક્વોરન્ટીન કરાયા
 • સ્મીમેર હોસ્પિટલમાં ટેસ્ટિંગની ક્ષમતા વધારાઈ
 • કરિયાણાની દુકાનો અંગેના વાઈરલ મેસેજ પર ક્લેક્ટરની સ્પષ્ટતા

ગુરુવારે સુરતમાં કોરોનાના વધુ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જોકે જિલ્લામાં નવા કેસ નોંધાયા ન હતા. નવા કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા 554 પર પહોંચી ગઈ હતી.ગુરુવારે સિવિલ હોસ્પિટલની 2 ડોક્ટર ઉપરાંત કિરણ હોસ્પિટલના 1ડોક્ટર અને સિવિલની દવાબારી પર બેસતા ફાર્માસીસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ સિવિલના રેસિડેન્ટ ડોક્ટર,મિશનના 2 હેલ્થ વર્કર,લોખાત હોસ્પિટલના 6 સ્વાસ્થ્ય કર્મીઓ અને કિરણ હોસ્પિટલના ડોક્ટર,નર્સ અને હેલ્થવર્કરો મળી 11ના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.અત્યાર સુધીમાં કુલ 23 જેટલા સ્વાસ્થ્યકર્મીઓ કોરોનની ઝપેટમાં આવી ચુક્યા છે.ગુરુવારે 1 મહિલા દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 13 પર પહોંચ્યો છે જ્યારે સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં 17 લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે.

લિંબાયતની કોરોના પોઝિટિવ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
લિંબાયત ડુંભાલ ઓમનગર ખાતે રહેતી ખુરશીદબી અઝીઝ ખાન(75) છેલ્લા દસેક દિવસ થી સુકી ખાંસીની ફરીયાદ કરતા હતા. 21મીએ તેમને સિવિલમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત વધુ લથડતા તેમને સિવિલના ટ્રોમા સેન્ટરના આઇસીયુમાં બુધવારે રાત્રે દાખલ કરાયા હતા. જ્યાં ટંુકી સારવાર બાદ ગુરુવારે તેમનું મોત નિપજ્યું હતું. તેઓ હાઇપર ટેન્શન અને ડાયાબિટિસની બિમારીથી લાંબા સમયથી પીડાતા હતા. તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીનું પણ મોત થયું હતું. જો કે તેમના મોત બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મધુસૂદન બાબુભાઈ લંકાપતી(64) છેલ્લા બે દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા.

કિરણના સ્ટાફના 12ને ચેપ
શહેરની કિરણ હોસ્પિટલમાં એક પછી એક તબીબો સહિત 12 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શુક્રવારથી તા.30 એપ્રિલ ગુરુવાર સુધી એક સપ્તાહ માટે કિરણ હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપીડી સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ આ સમય દરમિયાન બંધ રાખવામાં આવશે આ સમય દરમિયાન સંપૂર્ણ હોસ્પિટલને ડિસઈન્ફેક્ટ કર્યા બાદ 1 મે થી હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવશે.

સિવિલમાં ચેપગ્રસ્તને જ  દાખલ કરાતા 57 નેગેટિવ દર્દીઓને સ્મીમેર શિફ્ટ કરાયા
કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેવા 57 જેટલા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા લેવાયેલા નિર્ણય મુજબ સિવિલ હોસ્પિટલમાં ફક્ત કોરોના પોઝિટિવ દર્દીઓને જ દાખલ કરવાનું નક્કી કરાયું છે. તેમજ તે સિવાયના અન્ય દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવાનું  આયોજન કરાયું છે. જે આયોજન મુજબ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ થયા બાદ જેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે તેવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી સ્મીમેરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આવાં 57 જેટલા નેગેટિવ દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ડિલિવરી થયા બાદ ખ્યાલ આવ્યો પ્રસૂતા ચેપગ્રસ્ત હતી
નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાની પ્રસુતિ કરાવનાર બે મહિલા તબીબોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રસૂતા મહિલા શંકાસ્પદ હોવાથી તેને આઇસોલેશન વોર્ડના લેબરરૂમમાં ખસેડાઈ હતી. જ્યાં બીજા વર્ષની રેસિડન્ટ તબીબ 26 વર્ષીય પારુલ ગોયલ અને 25 વર્ષીય કુશાલી શ્રોફ દ્વારા મહિલાની ડિલીવરી કરાઇ હતી. મહિલાની ડિલિવરી બાદ બાળકનું મોત નીપજયું હતું અને બીજા દિવસે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદ તબીબનો રિપોર્ટ થતાં તેઓ પણ ચેપગ્રસ્ત જણાયા હતાં. સિવિલ હોસ્પિટલની દાવાબારી પર ફરજ બજાવતા અરુણ મહેન્દ્રનાથ મોર્ય (35,રહે અમરોલી)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.રિપોર્ટ કઢાવ્યા બાદ પણ એ દવાબારી પર 1 કલાક સુધી દવા આપતો રહ્યો હતો.

કોરોના પોઝિટિવ કનૈયાલાલના ઘરે જમી આવેલાનો રિપોર્ટ પણ પોઝિટિવ
એલએચ રોડના વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા નિરંજન સિંહ દેવત પણ પોઝિટિવ આવ્યા છે. તેઓ અગાઉ પોઝિટિવ આવેલા કનૈયાલાલ મોદીના ઘરે જમી આવ્યા હતાં, જે વાત એમણે છુપાવી હતી.

ITના ટેક્ષ આસિસ્ટન્ટનો  રિપોર્ટ પણ પોઝિટિવ
સુરતના આઇટી વિભાગની કચેરીમાં કામ કરતા વિજય વીરેન્દ્ર પ્રસાદનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.વિજય 31મી માર્ચ સુધી નોકરીએ ગયા હતા.વિજય ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે.

પોઝિટિવ આવેલા મનપાના SSIની પુત્રીને પિતાનો ચેપ લાગ્યો 
સુરત શહેરમાં બે દિવસ અગાઉ સુરત મહાનગરપલિકાના બે એસ.એસ.આઈ(સેનેટરી સબ ઈન્સ્પેક્ટર)નો કોરોના પોઝીટીવ આવ્યો હતો. બુધવારે એક એસ.એસ.આઈની પુત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે પોઝિટિવ કેસની યાદીમાં એક કેસ અમરોલી વિસ્તારમાં સૂર્યનગરમાં રહેતા 25 વર્ષના ભૂમિકા સુરતીનું પણ નામ હતું જે  એસ.એસ.આઈ કાંતિ સુરતીની પુત્રી છે. એસ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા કાંતિ સુરતીને બે દિવસ અગાઉ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 

કતારગામના આસિસ્ટન્ટ કમિશનરના ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટિવ
કતારગામ ઝોનના આ‌‌સિસ્ટન્ટ ક‌મિશનર આર.એમ.ગામીતના ડ્રાઇવર પોઝિટિવ આવતાં આસી.ક‌મિશનરને કોરોન્ટાઇન કરાયા છે. સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા ધીરુ પરમારને પણ ચેપ લાગ્યો છે.

ઘરકામ કરવા જતી અડાજણની મ‌હિલાનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ
અડાજણ ‌વિસ્તારની ગોપાલ ‌ક્રિષ્ના સોસાયટીમાં રહેતી ૩૫ વ‌ર્ષિય ગીતાબેન જયેશ ચાવડાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.તેઓ  અલગ-અલગ ૬ થી ૭ ઘરમાં ઘરકામ કરે છે. તેમના પ‌રિવારને પણ કોરોન્ટાઇન કરવાની કામગીરી કરાઇ છે.

આજે નોંધાયેલા 30 પોઝિટિવના નામ 

 • મિહિર જોશી (ઉ.વ.આ.24)શિલ્પ પાર્ક સોસાયટી,બોમ્બે માર્કેટ,વરાછા
 • રવિન્દ્ર મોર્યા(ઉ.વ.આ.25)પાટી ચાલ એલએચ રોડ,વરાછા
 • સુરેન્દ્ર પંચ નારાયણ જયસ્વાલ(ઉ.વ.આ.23)પાટી ચાલ,એલએચ રોડ,વરાછા
 • સજેદાબે નિસાર(ઉ.વ.આ.42)સાહીનો ટેકરો,રૂસ્તમપુરા સેન્ટ્રલ ઝોન
 • ગણેશ એસ.દેશમુખ(ઉ.વ.આ.30)હરીજનવાસ,ડીકેએમ નવાપુરા સેન્ટ્રલ ઝોન
 • મદનભાઈ એમ ડીડીયા(ઉ.વ.આ.64)રાવનતાડ,રૂસ્તમપુરા,સેન્ટ્રલ ઝોન
 • સુહાન પ્રમોદભાઈ ગૌતમ (ઉ.વ.આ.3)જનતાનગર કતારગામ
 • જય ભૈરવ ગાયકવાડ (ઉ.વ.આ.24)મગધ રો હાઉસ પાલનપોર જકાતનાકા,રાંદેર ઝોન
 • લક્ષ્મીબેન અશોકભાઈ રાજપૂત (ઉ.વ.આ.40)કોસાડ આવાસ અમરોલી
 • રાજેશ દેવજી પરમાર(ઉ.વ.આ.42)રમણનગર વેડરોડ
 • ક્રિષ્ના એમ રાણા(ઉ.વ.આ.7)ટેનામેન્ટ ઉમરવાડા, લિંબાયત ઝોન
 • આશ્મા અનવર (ઉ.વ.આ.25) સલીમનગર,ઉમરવાડા, લિંબાયત ઝોન
 • મોહમ્મદ ઝુબેર શૈખ (ઉ.વ.આ.12) જવાહર નગર ઉમરવાડા, લિંબાયત ઝોન
 • પીયુષ કનૈયાલાલ રાણા(ઉ.વ.આ.29)બાલાજી શેર ઉમરવાડા, લિંબાયત ઝોન
 • ગીતાબેન જયેશભાઈ ચાવડા(ઉ.વ.આ.35)ગોપાલક્રિષ્ના સોસાયટી અડાજણ,રાંદેર ઝોન
 • શંકર નારાયણ સાલૂકે (ઉ.વ.આ.32)નવાગામ ડિંડોલી
 • રણજીત રામશરીખ ભગત(ઉ.વ.આ.22)સંતોષી નગર
 • રવિ શ્રીરામસરન યાદવ (ઉ.વ.આ.25)ચીકુવાડી પાંડેસરા
 • મંગલા તારાચંદ મરાઠા પદ્માનગર માનદરવાજા
 • ખુશાલી જે (ઉ.વ.આ.25)ન્યૂ ઈન્ટર્ન હોસ્ટેલ સુરત (અઠવા ઝોન)
 • પારૂલ ગોયલ (ઉ.વ.આ.27)ન્યૂ પીજી હોસ્ટેલ ન્યૂ સિવિલ હોસ્પિટલ
 • સમીર આમરા સૈયદ(ઉ.વ.આ. 28)નૂર એ ઈલાહી નગર,લિંબાયત
 • નવનીત રસીરામ (ઉ.વ.આ.67)ટેનામેન્ટ માનદરવાજા
 • સહજાદ સુદ્દીન (ઉ.વ.આ.22)સોસા મહોલ્લો સૈયદપુરા
 • મંથ નિલકંઠ રાઠોડ (ઉ.વ.આ.23)શિવાજી નગર પાંડેસરા
 • રાજેન્ક્ર પ્રસાદ મિશ્રા (ઉ.વ.આ.39)રાજકોટ નાગરિક સહકારી બેંક રિંગરોડ
 • પ્રદીપ દિનકર નાટેકર (ઉ.વ.આ.31) અશોકનગર કતારગામ
 • વિજય વિરેન્દ્ર પ્રસાદ (ઉ.વ.આ.34)શાંતિકુંજ સોસાયટી પાલનપુર પાટીયા
 • નિરજસિંગ અમરિત દેવત (ઉ.વ.આ.30) દિવ્યવસુધારા એપાર્ટમેન્ટ એલએચ રોડ
 • પિન્ટુદેવી કિશોરમંડલ (ઉ.વ.આ.25)કૃષ્ણાનગર સોસાયટી પુણાગામ

રેસિડેન્ટ તબીબ કોરોનાની ઝપેટમાં

પારૂલ ગોયલ(ઉ.વ.26) પહેલા વર્ષમાં છે, ખુશાલી જે શ્રોફ(ઉ.વ.25) લગભગ 2-3 વર્ષમાં રેસિડેન્ટ તરીકે અભ્યાસ સાથે તબીબી સેવા આપતા તબીબ વિદ્યાર્થિનીઓ છે. એટલે કે  પ્રસૂતાના વિભાગમાં દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કવોરન્ટીન કરાયા હતા. જેઓ બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે સવારે બન્નેને સિવિલમાં દાખલ કરી દેવાયા છે. જોકે આ એક ચિંતાનો વિષય બન્યો છે. ડો. મયુર બાદ વધુ બે રેસિડેન્ટ કોરોના વાઈરસમાં સપડાતા સાથી તબીબ વિદ્યાર્થીમાં ડરનો માહોલ ઉભો થયો હોય એમ કહીં શકાય છે.

વધુ એક મોત

ફરશીદબી ખાન (ઉ.વ.75 રહે. ઓમનગર સોસાયટી, ડુંભાલ)ને 21મીના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને 10 દિવસથી શરદી હતી. ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન રાત્રે 1 વાગ્યે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 3.15 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. તેમને હાયપર ટેન્શન અને ડાયાબિટીસની બીમારી હતી.

સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાંથી પણ નોંધપાત્ર કેસ

કિરણ હોસ્પિટલના વધુ 2 હેલ્થ વર્કર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જોકે લોખાત હોસ્પિટલના પોઝિટિવ આવેલા ડ્રાઈવર સાજીદ અંસારીને સાજો થઇ જતાં રજા આપી દેવામાં આવી હતી. આમ જિલ્લાના 2 સહિત અત્યાર સુધી કુલ 15 દર્દી સાજા થયા છે. બુધવારે સુરતના માંડવીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. આજે પણ સહુથી વધુ કેસ લિંબાયત ઝોનમાંથી મળી આવ્યા હતા ત્યાર બાદ સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાંથી પણ નોંધપાત્ર કેસ મળી આવ્યા હતા. 

ટેસ્ટ વધુ થાય છે અટલે કેસ વધુ મળી રહ્યા છે

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, કોરોના શરૂઆતના તબક્કામાં ટેસ્ટિંગની સુવિધા સુરતમાં ન હતી. સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવતા હતા અને પછી રીપોર્ટ આવતા હતા. ત્યારબાદ નવી સિવિલમાં ટેસ્ટિંગની શરૂઆત કરાઈ. સિવિલની લેબ પણ 24 કલાક કાર્યરત કરાઈ. સ્મીમેરમાં પણ ટેસ્ટિંગની શરૂઆત કરાઈ અને ટેસ્ટ કરવાની ક્ષમતા વધારાઈ છે. જેના કારણે ટેસ્ટ વધુ થાય છે એટલે કેસ વધુ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...