કોરોના સુરત LIVE / નવા 28 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1304 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને 28 દર્દી ડિસ્ચાર્જ થયા

જ્વેલરીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈ
જ્વેલરીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈ
X
જ્વેલરીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈજ્વેલરીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈ

  • સુરત જિલ્લામાં મૃત્યુઆંક 58 અને રિકવરી આંક 880 થયો
  • સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કેસનો વધારો, આંક 92

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 07:10 PM IST

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 28 કેસ નોંધાતા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1304 થઈ ગઈ છે. વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 58 થઈ ગયો છે. વધુ 28 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી શહેર જિલ્લામાં કુલ 880 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ એક દર્દીનું મોત

ગોપીપુરા ખાતે મોમનાવાડમા રહેતા 50 વર્ષીય બેતુલ્લા રમઝાન અલી પાસા ગત 19 મીએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનામા કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનુ મોત નિપજયું હતું. જોકે બેતુલ્લાને કિડનીની તકલીફ અને ડાયાબિટીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

સાત ઝોનમાં વધુ કેસ નોંધાયા

આજે સિટીમાં 28 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં બે કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ હોટ સ્પોટ લિંબાયત ઝોનમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 4, વરાછા-બી ઝોનમાં 2, રાંદેર ઝોનમાં 2, કતારગામ ઝોનમાં 3, ઉધના ઝોનમાં 3 અને અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે.
લાજપોર જેલના વધુ એક કેદીને ચેપ લાગ્યો

લાજપોર જેલમાં સજા ભોગવતા વધું એક કેદીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેદી નવલા વાલીયા વસાવા (60) ને કોરોનાના લક્ષણ જણાતા તેની તપાસ કરાવવામાં આવી હતી. ગુરૂવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાલિકાના દબાણ વિભાગનો કર્મચારી સંક્ર‌મિત

પાલિકાના કર્મચારીઓમાં સંક્ર‌મણ વધી રહ્યુ છે. પાલિકાના એસઆઇ, એસએસઆઇ, સફાઇ કર્મચારી સહિત અત્યાર સુધીમાં 15થી વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. વરાછા ઝોન-બીમાં દબાણ ખાતાના ડેપો પર કામ કરતા સુ‌નિલ પરેશ રાણા (ઉ.વ.33)ને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પો‌ઝિટિવ આવ્યો છે.

જ્વેલરીના વેપારી કોરોના ચેપગ્રસ્ત

વરાછા ઉ‌‌મિયાધામ રોડ મારૂ‌તિ કોમ્પલેક્સમાં રહેતા કેતન ‌વિઠ્ઠલભાઇ કોઠાણી (ઉ.વ.40) જવેલરીનો વેપાર કરે છે. રાજકોટ વેપાર કરતા કેતનભાઈને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે.

વધુ 4 શાકભાજી ‌વિક્રેતા અને ક‌રિયાણાના દુકાનદાર કોરોના પો‌ઝિટિવ

ગોડાદરા કેશવનગરમાં રહેતા કૈલાશભાઇ શંકર સોનવણે (ઉ.વ.40)ઘરે જ શાકભાજીનો ધંધો કરે છે. શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે. તેવી જ રીતે આશિષભાઈ ચંપકભાઈ ઘાસવાલા (ઉ.વ.34) સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. કોરોનાનાં લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવીજ રીતે ક‌રિયાણાની દુકાન ચલાવતા સુગરસિંગ કાલકાપ્રસાદ રાજપૂત (ઉ.વ.48) અને ‌રાજુ અમૃતભાઇ ડોડીયા (ઉ.વ.42) ને પણ ચેપ લાગ્યો હતો અને ગુરૂવારે બંનેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી