તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 6 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,43,438 થયો, મૃત્યુઆંક 2114 પર સ્થિર, રિકવર 1,41,268

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણને લઈને તબીબો દ્વારા ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણને લઈને તબીબો દ્વારા ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56 થઈ

કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે પણ પોઝિટિવ કેસ એકલ દોકલ નોંધાઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, વધુ 6 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,438 થયો છે. નવા મોત ન નીપજતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી 7 લોકો રિકવર થતા કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,268 થઈ છે.

એક્ટિવ કેસમાં ઘટાડો
શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,438 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. આજે શહેરમાંથી 5 અને જિલ્લામાં 2 મળી 7 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,268 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56 નોંધાઈ છે.

મ્યુકરના વધુ 3 કેસ નોંધાયા, 2 ને રજા અપાઈ
મ્યુકરના નવા 03 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 50 દર્દીઓ દાખલ છે. સોમવારે સિવિલમાં 03 સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેરમાં 491 સર્જરીઓ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 02 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી 299 દર્દીઓ સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે.