કોરોના સુરત LIVE:સુરતમાં વેક્સિનેશન માટે નવી વ્યવસ્થા, 10થી વધુ લોકો એકઠા થાય તો સ્થળ પર જઈને રસી અપાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ લોકોને બન્ને ડોઝ વેક્સિનના મળી રહે તે માટે પાલિકા દ્વારા તૈયારીઓ કરાઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ લોકોને બન્ને ડોઝ વેક્સિનના મળી રહે તે માટે પાલિકા દ્વારા તૈયારીઓ કરાઈ છે.(ફાઈલ તસવીર)
  • હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 61 થઈ ગઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યું છે. કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેની સામે પાલિકા દ્વારા બીજા ડોઝ માટેની ગતિ તેજ કરી દેવામાં આવી છે. ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના 1 કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143864 પર પહોંચી ગયો છે.આજથી પાલિકા દ્વારા વેક્સિનેશનને લઈને નવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત 10થી વધુ લોકો એકઠા થાય તો તેમને પાલિકા દ્વારા જે તે સ્થળ પર જ રસી આપવામાં આવશે.

પોઝિટિવ કેસનો આંક 143864 પર પહોંચ્યો
શહેરમાં 01 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર જિલ્લામાં ગતરોજ કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143864 થઈ ગઈ છે. ગત રોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 02 મળી 06 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141693 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ ગઈ છે.

રસીકરણ સેન્ટરની વિગત
શહેરમાં ધામધૂમથી તહેવારોની થયેલી ઉજવણી વચ્ચે છેલ્લા બે દિવસથી કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે.જેની સામે શહેરમાં તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે પાલિકા દ્વારા વેક્સિન સેન્ટર વધારવામાં આવ્યાં છે. આજે પ્રથમ ડોઝ માટે 26 અને બીજા ડોઝ માટે 72 સેન્ટર તથા વિદેશ જનારા માટે બે અને એપોઈન્ટમેન્ટ લેનારા માટે 36 સેન્ટર શરૂ કરાયા છે. સાથે જ 15 સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે.