તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 262 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 41,140 પર પહોંચ્યો, 2 મોત સાથે મૃત્યુઆંક 1039 થયો

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 44 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણમાં ફરીથી સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 262 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 41,140 પર પહોંચ્યો છે. વધુ 2 મોત સાથે મૃત્યુઆંક 1039 થયો છે. આજે શહેરમાંથી 179 અને જિલ્લામાંથી 43 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જેથી અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની કુલ સંખ્યા 38,702 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1399 એક્ટિવ કેસ છે.

ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 16 લોકો સહિત કોરોના સંક્રમિત થયા
નવા નોંધાયેલા કેસમાં ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 16 લોકો સહિત અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુજરાત ગેસ કંપનીના કર્મચારી,રીક્ષાચાલક,કાપડની દુકાન ધરાવનાર,એમ્બ્રોઇડરી અને ડિઝાઇન વર્ક સાથે સંકળાયેલાઓ,જિલ્લા પંચાયતના કર્મચારી,રિલાયન્સ હજીરાના કર્મચારી,બેન્ક કર્મચારી,9વિદ્યાર્થીઓ,આઈડીએફસી બેન્કના મેનેજર,વકીલ,એલ.પી.સવાણી સ્કૂલના એકાઉન્ટન્ટ,કરિયાણાની દુકાન ચલાવનાર,આયકર વિભાગના અધિકારી,સિવિલ એન્જીનીયર અને સોફ્ટવેર કંપનીના 2 કર્મચારીઓ સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સિવિલ અને સ્મીમેરમાં 4 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 67 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 31 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 10 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 18 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 8 બાઈપેપ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો