તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 246 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 40,878 થઈ, વધુ 2 મોત સાથે મૃત્યુઆંક 1037 પર પહોંચ્યો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સુરત શહેરમાં કુલ 38,480 લોકો સારા થતાં રિવકરી રેઈટ 94.3 ટકા થયો

કોરોના સંક્રમણમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોનાના કેસ વધુ 246 વધીને કુલ 40,878 થયા છે. આજે વધુ 2 મોત સાથે મૃત્યુઆંક 1037 પર પહોંચ્યો છે. શહેરમાંથી 170 લોકોને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે. જેથી જિલ્લા અને શહેરમાંથી ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા વધીને 38,480 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1361 એક્ટિવ કેસ છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ હોમ ક્વોરન્ટીન અને વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

બે વ્યક્તિના મોત
કિરણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાપોદ્રા વરાછા ઝોન-એના 33 વર્ષના પુરૂષનું મોત નીપજ્યું છે. તેઓ 18 ઓક્ટોબરના રોજ સારવાર માટે દાખલ થયા હતાં. બીજા મૃતકમાં પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય રાંદેર ઝોનના વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. તેઓ બ્લડપ્રેશરની બીમારીથી પણ પીડાતા હતાં.

સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ કેસમાંથી સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 59 નોંધાયા છે. જ્યારે રાંદેરમાં 31 અને કતારગામ ઝોનમાં 27 કેસ નોંધાયા છે. જ્યારે વરાછા એમાં 18 અને વરાછા ઝોન-બીમાં 19 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો