તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 177 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,41,368 થયો, નવા 2 મોત સાથે મૃત્યુઆંક 2076 પર પહોંચ્યો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3089

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 177 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,41,368 થયો છે. સરકારી ચોપડે નવા 2 મોત નીપજતા મૃત્યુઆંક વધીને 2076 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 203 અને જિલ્લામાંથી 88 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,36,203 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3089 થઈ ગઈ છે.​​​​​​

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધુ રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3089 થઈ ગઈ છે.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ
• હોસ્પિટલમાં કુલ 129 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 125 પોઝીટીવ દર્દીઓ, 2 શંકાસ્પદ તથા 2 નેગેટીવ દર્દીઓ છે.
• 125 પોઝીટીવ દર્દીઓ પૈકી 26 બાયપેપ, 4 ઇન્વેઝીવ વેન્ટીલેટર, 59 ઓકિસજન પર અને અન્ય 36 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
• 2 નેગેટિવ દર્દીઓ ઓકિસજન પર સારવાર લઈ રહ્યા છે.
• છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ
• હોસ્પિટલમાં કુલ 136 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 80 પોઝીટીવ દર્દીઓ, 8 શંકાસ્પદ દર્દીઓ, તથા 48 નેગેટીવ દર્દીઓ છે.
• 86 પોઝીટીવ દર્દીઓ પૈકી 13 વેન્ટીલેટર, 22 બાયપેપ , 37 ઓકિસજન પર અને અન્ય 8 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
• છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
• હેલ્પ ડેસ્કઃ- 59 ઓડિયો કોલ, 149 વિડીયો કોલકરવામાં આવ્યા. 154 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

મોકડ્રિલ યોજાઈ
સુરત ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ મળતા જ ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલના આઇસીયું વોર્ડમાં આગની ઘટના બની છે. જે કોલ મળતા જ ફાયરની સાત ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.હોસ્પિટલમાં ફસાયેલા સ્ટાફ સહિત દર્દીઓનું ફાયર દ્વારા રેસ્ક્યૂ કરી દર્દીઓને અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફૌર વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ મોકડ્રિલમાં હોસ્પિટલ સ્ટાફ,પોલીસ અને ફાયરના જવાનો સહિત અધિકારીઓ જોડાયા હતા.

મ્યુકરમાઇકોસિસના નવા 2 દર્દી દાખલ,1નું મોત, સિવિલ અને સ્મીમેરમાં 11 સર્જરી કરાઈ
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં બુધવારે મ્યુકોરમાઇકોસિસના નવા 2 દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. મ્યુકોરમાઇકોસિસને લીધે બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું. બુધવારે સિવિલ હોસ્પિટલમાં 11 અને સ્મીમેર હોસ્પિટલમાં 2 સર્જરી કરવામાં આવી હતી.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી હાલ સરકારી હોસ્પિટલમાં કુલ 194 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જ્યારે 51 દર્દીઓને રજા આપવામાં આવી છે.બંને સરકારી હોસ્પિટલ મળી કુલ 242 નાની મોટી સર્જરી કરવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસના કુલ 410 કેસ નોંધાયા છે. જેમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 226, નવી સિવિલ હોસ્પિટલમાં 123, સ્મીમેર હોસ્પિટલમાં 54 કેસ સામે આવ્યા છે. જે પૈકી 162 દર્દીને રજા આપી દેવામાં આવી છે. શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર, વરાછા અને કતારગામ વિસ્તારમાંથી મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...