તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 37 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,540 થઈ છે. આજે નવું મૃત્યુ ન થતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે.આજે શહેરમાંથી 60 અને જિલ્લામાંથી 18 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,033 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાંક કુલ 370 એક્ટિવ કેસ છે.
ઓએનજીસીના જીએમ, ટ્રાન્સપોર્ટર સહિતની વ્યક્તિઓ સંક્રમીત
શહેરમાંથી સામે આવેલા પોઝિટિવ દર્દીઓમાં ઓએનજીસીના જનરલ મેનેજર, ટ્રાન્સપોર્ટર સહિતની વ્યક્તિઓ સંક્રમીત થઈ છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ટ્રાન્સપોર્ટર, ઓએનજીસીના જીએમ, નોર્થ ઝોનમાં રત્નકલાકાર તેમજ ખેડૂતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એક્ટિવ 411માંથી હોસ્પિટલમાં 124 દર્દી દાખલ
સુરત શહેર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ 97.05% નોંધાયો છે. સતત ઘટી રહેલા કેસ અને ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારાને પગલે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના 370 એક્ટિવ દર્દીઓમાંથી 124 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલ હોસ્પિટલમાં 24 અને સ્મીમેર હોસ્પિટલમાં 20 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.