કોરોના સુરત LIVE:રાંદેર ઝોન અને મહુવામાં 1-1 કેસ મળી 2 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143495 પર પહોંચ્યો, નવા 4 દર્દી ડિસ્ચાર્જ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં રિકવરી રેટ 98 ટકાને પાર થયો
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 59 નોંધાઈ

કોરોના સંક્રમણ બીજી લહેર સાથે સમાપ્તિના આરે આવી ગઈ છે ત્યારે શહેરમાં એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યાં છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, આજે સુરત શહેરના રાંદેર ઝોનમાં 1 અને જિલ્લામના મહુવા તાલુકામાં 1 કેસ મળી નવા 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આંક 143492 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર છે. આજ રોજ શહેરમાંથી 04 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી પોઝિટિવનો રિકવરી રેટ 98 ટકાથી વધી ગયો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141322 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

સિટીમાં 111401 અને જિલ્લામાં 32094 કેસ
સિટીમાં આજ રોજ નવા 1 કેસ સાથે કુલ કેસ 111401 અને મૃત્યુઆંક 1629 છે. જિલ્લામાં નવા 1 કેસ મળી કુલ કેસ 32094 અને મૃત્યુઆંક 485 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 143495 અને મૃત્યુઆંક 2114 છે. સિટીમાં 109724 અને ગ્રામ્યમાં 31598 મળીને કુલ 141322 દર્દીઓ સાજા થયા છે.

એક્ટિવ કેસમાં ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કેસમાં નજીવો વધારો ઘટાડો થઈ રહ્યો છે. આજ રોજ શહેરમાં 01 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 02 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ફરીથી ઘટીને 59 નોંધાયા છે.

મ્યુકરમાઇકોસિસમાં 28 દર્દી સારવાર હેઠળ
મ્યુકરમાઇકોસિસમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે નવા એક મળી 20 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ઇ.એન.ટીના ડોક્ટરે બે સર્જરી કરી હતી. આ સાથે સ્મીમેરમાં નવા 4 દર્દી મળી 8 દર્દી દાખલ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 42 અને સ્મીમેરમાં 25 મળી કુલ 67 દર્દીઓ મોતને ભેટ્યા છે.

આ 72 સેન્ટર પર રસી અપાશે

અન્ય સમાચારો પણ છે...