કોરોના સુરત LIVE:સંક્રમણના પગરવ વચ્ચે વેક્સિનેશન વધારાયું, બીજા ડોઝ માટે 74 સેન્ટર પર રસીકરણ શરૂ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન પાલિકા દ્વારા વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન પાલિકા દ્વારા વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 70 થઈ ગઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણનો પગરવ વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેની સામે પાલિકા દ્વારા બીજા ડોઝ માટેની ગતિ તેજ કરી દેવામાં આવી છે. ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143861 પર પહોંચી ગયો છે.આજે 154 સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે. જેમાંથી સૌથી વધુ 74 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે.

પોઝિટિવ કેસનો આંક 143861 પર પહોંચ્યો
શહેરમાં 02 અને જિલ્લામાં 05 કેસ સાથે શહેર જિલ્લામાં ગતરોજ કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143861 થઈ ગઈ છે. ગત રોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજરોજ શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 મળી 11 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141676 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 70 થઈ ગઈ છે.

રસીકરણ સેન્ટરની વિગત
શહેરમાં ધામધૂમથી તહેવારોની થયેલી ઉજવણી વચ્ચે કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.જેની સામે શહેરમાં તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે પાલિકા દ્વારા વેક્સિન સેન્ટર વધારવામાં આવ્યાં છે. આજે પ્રથમ ડોઝ માટે 27 અને બીજા ડોઝ માટે 74 સેન્ટર તથા વિદેશ જનારા માટે બે અને એપોઈન્ટમેન્ટ લેનારા માટે 36 સેન્ટર શરૂ કરાયા છે. સાથે જ 15 સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે.