તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના તહેવારો બાદ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 40,393 પર પહોંચી છે. મૃત્યુઆંક વધીને 1033 થયો છે. રિક્વરી રેટ વધતા ડિસ્ચાર્જની સંખ્યા વધીને 38,072 પર પહોંચી ગઈ છે.
ટેસ્ટિંગ વધારાયું
તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8000થી લઇ 9000 સુધીની કોરોના ટેસ્ટિંગ દરરોજ કરવામાં આવી રહી છે. દર રોજ આશરે 150 જેટલા પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે.71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડ ના ટેસ્ટિંગ આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીચ વિસ્તાર સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવે છે. સુરત રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડ ના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે.
મૃત્યુઆંકમાં ઘટાડો
છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી રોજના એકલ દોકલ મૃત્યુ સામે આવી રહ્યાં છે. મૃત્યુઆંકમાં થઈ રહેલા ઘટાડાના પગલે તબીબો અને મેડિકલ સ્ટાફ પણ હાશકારાની લાગણી અનુભવી રહ્યો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.