સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જોકે, કેસ 10ની નીચે હોવાથી થોડી રાહત છે. બીજી તરફ રસીકરણ પણ તેજ કરી દેવામાં આવ્યું છે. આજે કુલ 153 સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે. 65 વર્ષથી વધુની વયના નાગરિકો માટે પાલિકા દ્વારા અલગ વેક્સિનેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસનો આંક 1,43,557 પહોંચી ગયો છે.હાલ કોરોના રિક્વરી રેટ 98.50 ટકા થયો છે.
કુલ પોઝિટિવની સંખ્યા 1,43,557 થઈ
ગતરોજ શહેરના રાંદેરમાં 2 અને લિંબાયત-અઠવા 1-1 કેસ સાથે 2 અને જિલ્લામાં એક પણ કેસ સામે આવ્યો નથી. જેને પગલે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 1,43,557 પર પહોંચી ગઈ છે. એકપણ વ્યક્તિએ કોરોનામાં જીવ ખોયો ન હતો. અત્યાર સુધીમાં 2114 લોકોના મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. શહેરમાં ગત રોજ 2 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં કોરોનાના કુલ 52 એક્ટિવ કેસ છે.
153 સેન્ટર પર રસીકરણ
શહેરમાં 53014નું રસીકરણ થયું છે. આ સાથે શહેરમાં પ્રથમ ડોઝ મુકાવનારની સંખ્યા 25 લાખને પાર થઇ છે. શહેરમાં 33,53,904ને રસી મુકવાનો ટાર્ગેટ છે. જેની સામે 25,33,316 મુજબ 75 ટકાને પ્રથમ ડોઝ મુકાયો છે. જ્યારે 7.97 લાખ લોકોને સેકન્ડ ડોઝ અપાયો છે. શહેરમાં પ્રથમ અને બીજા ડોઝ મળી કુલ 33,30,833 ડોઝ અપાયા છે. શહેરમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 18થી 44 વર્ષમાં 21,05,594 અને 45થી વધુ વયના 12,48,310ને રસી આપવાનો ટાર્ગેટ છે.શહેરમાં છેલ્લા બે વીકથી કામગીરી પૂરજોશમાં ચાલું છે. દૈનિક 45 હજારથી લઇ 50 હજાર સુધી ડોઝ અપાઈ રહ્યા છે. આજે શહેરના 153 સેન્ટર પરબીજા ડોઝ માટે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.