કોરોના સુરત LIVE:સિટીમાં 3 કેસ નોંધાયા, જિલ્લામાં એક પણ નહીં, શહેરમાં કોરોના વિરોધી રસી મેળવનારનો આંકડો 92 ટકાને પાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વિરોધી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના વિરોધી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના 69 એક્ટિવ કેસ

સુરત શહેરમાં 3 અને જિલ્લામાં 04 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. શહેરમાં કોરોના વિરોધી રસી મેળવનારનો આંકડો 92.08 ટકાએ પહોંચ્યો છે. જેથી પ્રથમ ડોઝમાં 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે.

69 એક્ટિવ કેસ
શહેર જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા હતા જે પૈકી શહેરમાં 03 અને જિલ્લામાં 0 કેસ નોંધાયા હતા. ધીમેધીમે જિલ્લામાં પણ કોરોના ફરી સક્રિય થઇ રહ્યો છે. નવા કેસને લીધે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 143676 પર પહોંચી ગઈ છે. આજે 5 લોકો કોરોનામુક્ત બન્યા હતા. જેમાં શહેરના 5 અને જિલ્લાના 0 લોકોનો સમાવેશ થાય છે. હાલ શહેર જિલ્લામાં 69 એક્ટિવ કેસ છે.

રસીકરણમાં રેકોર્ડ સર્જાયો
સુરતમાં વધુમાં વધુ 78,908ને રસી મુકાઇ હતી પરંતુ પીએમના જન્મદિવસે આ રેકર્ડ તુટ્યો છે. સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1.78 લાખથી વધુને વેક્સિન મુકાઇ છે. રાત્રિ સુધીમાં 2.20 લાખ જેટલું રસીકરણ થયું હતું.