કોરોના સુરત LIVE:નવા 7 પોઝિટિવ કેસની સામે 11 કોરોનામુક્ત થયા, પોઝિટિવનો આંકડો વધીને 1,43,861 થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસ વધતા વેક્સિનેશન પણ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસ વધતા વેક્સિનેશન પણ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 70 થઈ ગઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણનો પગરવ વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેની સામે પાલિકા દ્વારા બીજા ડોઝ માટેની ગતિ તેજ કરી દેવામાં આવી છે. આજ રોજ શહેર જિલ્લામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143861 પર પહોંચી ગયો છે.

પોઝિટિવ કેસનો આંક 143861 પર પહોંચ્યો
શહેરમાં 02 અને જિલ્લામાં 05 કેસ સાથે શહેર જિલ્લામાં આજરોજ કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143861 થઈ ગઈ છે. આજરોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજરોજ શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 મળી 11 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141676 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 70 થઈ ગઈ છે.

કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે
શહેરમાં ધામધૂમથી તહેવારોની થઇ રહેલી ઉજવણી વચ્ચે કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. આજ રોજ શહેરમાં અને જિલ્લામાં કુલ કેસ ઘટીને 7 નોધાયા છે. જેથી શહેરની સામે જિલ્લામાં કેસ વધારે નોધાયા છે. જે તહેવારમાં લોકો એકબીજાના સંપર્કમાં આવ્યાં હોવાનું સૂચવે છે. જેથી પાલિકા દ્વારા આગામી દિવાળી સહિતના તહેવારોમાં લોકો એકમેકને મળતી વખતે ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે.