તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 40 હજારને પાર કરી 40169 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1033 થયો છે. આજે સુરત સિટીમાં કુલ 181 અને જિલ્લામાં 43 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાંથી 152 અને જિલ્લામાંથી 56 મળી કુલ 208 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેથી શહેર જિલ્લામાં રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 38,072 પર પહોંચી ગઈ છે.
સિટીમાં કુલ 29364 અને જિલ્લામાં 10805 કેસ
સુરત સિટીમાં કુલ 29545 પોઝિટિવ કેસમાં 752ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10848 કેસ પૈકી 281ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 40,393 કેસમાં 1033ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 27876 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10848 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 38,072 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.
મૃત્યુઆંકમાં ઘટાડો
છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી રોજના એકલ દોકલ મૃત્યુ સામે આવી રહ્યાં છે. મૃત્યુઆંકમાં થઈ રહેલા ઘટાડાના પગલે તબીબો અને મેડિકલ સ્ટાફ પણ હાશકારાની લાગણી અનુભવી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.