કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 466 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,36,311 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે આજે વધુ 7 મોત નીપજતા મૃત્યુઆંક 1991 થયો છે. આજે શહેરમાંથી 612 અને જિલ્લામાંથી 259 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7089 થઈ છે.
એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગત રોજ સતત બીજા દિવસે હજારની નીચે કેસ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દરદીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 7089 નોંધાયા છે.
સ્મીમર હોસ્પિટલમાં હાલની સ્થિતિ
- હોસ્પિટલમાં કુલ 236 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 146 પોઝીટીવ દર્દીઓ, 22 શંકાસ્પદ દર્દીઓ, તથા 68 નેગેટીવ દર્દીઓ છે.
- 146 પોઝીટીવ દર્દીઓ પૈકી 14 વેન્ટીલેટર, 46 બાયપેપ , 79 ઓકિસજન પર અને અન્ય 7 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
- છેલ્લા ૨૪ કલાકમાં 9 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
- હેલ્પ ડેસ્કઃ- 215 ઓડિયો કોલ, 243 વિડીયો કોલકરવામાં આવ્યા. 257 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.