• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 17 September 2021, 100 Per Cent Vaccination In Athwa Zone, Vaccination To Be Given At 414 Centers Today

કોરોના સુરત LIVE:વધુ 8 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143673 પર પહોંચ્યો, 8 વાગ્યા સુધીમાં 2.51 લાખ લોકોનું રસીકરણ

સુરતએક મહિનો પહેલા
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વેક્સિન સેન્ટરની મુલાકાત લઈ કર્મચારીઓ અને રસી લેનારનો ઉત્સાહ વધાર્યો હતો.
  • શહેર જિલ્લામાં કોરોનાના 71 એક્ટિવ કેસ
  • આજે વધુ 8 દર્દી કોરોનાને હરાવી સાજા થયા

આજે સુરત શહેરમાં 04 અને જિલ્લામાં 04 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143673 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. કોરોનાને હરાવવા આજે વડાપ્રધાનના જન્મદિવસે મેગા વેક્સિન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શહેરના 414 સેન્ટર પર રાતના નવ વાગ્યા સુધી રસી અપાશે.કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી. 8 વાગ્યા સુધીમાં 2.51 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

પાલિકા દ્વારા મેગા ડ્રાઈવ
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 05 અને જિલ્લામાંથી 03 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141477 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.આજે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 71 થઈ ગઈ છે.પીએમ મોદી ના જન્મદિવસે ગુજરાત ભરમાં મેગા વેક્સિનેશન સાથે સુરત મહાપાલિકા એ પણ આજે રસીકરણ મેગા ડ્રાઇવ નું આયોજન કર્યું છે. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ સહિતના સેન્ટરો વધારી ને કુલ 414 સેન્ટર કર્યા છે.

વહેલી સવારથી શરૂ થયેલું રસીકરણ માડીરાત સુધી ચાલશે
વહેલી સવારથી શરૂ થયેલું રસીકરણ માડીરાત સુધી ચાલશે

એપોઈમેન્ટ લેનાર માટે અલાયદી વ્યવસ્થા
વહેલી સવાર 5.30 થી રાત્રે 9 કલાક સુધી રસી મુકાશે અને તેમાં 82 સેન્ટર પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હોય તેમના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.325 સેન્ટરો પર કોવિશિલ્ડ રસી ના પ્રથમ અને બીજો ડોઝ માટે પણ અગાઉ જેમ અલાયદી વ્યવસ્થા છે. તો 8 સેન્ટર કોવેક્સિન રસી માટે છે. 5 લાખ ડોઝ ની માંગણી કરાઇ છે પણ 3 લાખ ડોઝનું પ્લાનિંગ છે.