તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવની સંખ્યા વધીને 39,989 પર પહોંચી, મૃત્યુઆંક 1028 અને 37,682 લોકોને ડિસ્ચાર્જ અપાયું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્તોની સારવાર માટે તહેવારોમાં પણ મેડિકલ ટીમ સતત કામ કરી રહી છે)ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાગ્રસ્તોની સારવાર માટે તહેવારોમાં પણ મેડિકલ ટીમ સતત કામ કરી રહી છે)ફાઈલ તસવીર)
  • 92 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર સિવિલમાં ચાલી રહી છે

દિવાળીના તહેવારમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 39,989 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1028 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે. રિક્વરી રેટ 94 ટકા ઉપર પહોંચતા કુલ 37,682 લોકોને કોરોના મુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

કોરોનાના 52 દર્દીઓની હાલત ગંભીર
નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 92 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે.સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે

મૃત્યુઆંકમાં ઘટાડો
છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી રોજના એકલ દોકલ મૃત્યુ સામે આવી રહ્યાં છે. મૃત્યુઆંકમાં થઈ રહેલા ઘટાડાના પગલે તબીબો અને મેડિકલ સ્ટાફ પણ હાશકારાની લાગણી અનુભવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો