તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 47 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 53,121 થયો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,641 થઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 343 થઈ ગઈ

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધઉ 43 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 53,121 થઈ છે. છેલ્લા ઘણા દિવસોની જેમ આજે પણ કોરોનાના કારણે કોઈ નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી આજે 29 અને જિલ્લામાંથી 3 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 51,641 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ મળીને 343 એક્ટિવ કેસ છે.

વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારી, એન્જિનિયર સહિતના સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારીઓ, એન્જિનિયર સહિત અનેક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારી, સીએ, વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, ટેક્ષટાઈલ વેપારી, રિલાયન્સ કંપનીના એન્જિનિયર, ટેક્ષટાઈલ કંપનીના મેનેજર, સેન્ટ્રલ ઝોનમાં 2 વિદ્યાર્થી, ટેક્ષટાઈલ માર્કેટના કર્મચારી, વેપારી સાઉથ ઝોનમાં ઈન્સ્યોરન્સ બ્રોકર કંપનીના કર્મચારી તેમજ ટીચરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દીની હાલત ગંભીર
શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધ ઘટ થઈ રહી છે. છેલ્લા એક અઠવાડીયા દરમિયાન પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા ફરીથી એક્ટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 343 થઈ ગઈ છે.નવી સિવિલમાં 6 દર્દીઓ પૈકી 1 ગંભીર છે. જેમાં 1 વેન્ટીલેટર પર છે. સ્મીમેરમા 7 પૈકી 6 ગંભીર છે. જેમાં 1વેન્ટિલેટર,5 ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો