• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 16 September 2021, 100 Per Cent Vaccination In Athwa Zone, Vaccination To Be Given At 197 Centers Today

કોરોના સુરત LIVE:પગપેસારો કરતો કોરોના, એક જ પરિવારના 4 સભ્યો સંક્રમિત, શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના પગપેસારા સામે રસીકરણ પણ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાના પગપેસારા સામે રસીકરણ પણ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ

અઠવા ઝોન 100 ટકા વેક્સિનેટેડ છે છતાં પીપલોદમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. પાલિકાએ બુધવારે પોઝિટિવ આવેલા એક જ પરિવારના ચાર સભ્યોની હિસ્ટ્રી મેળવવાની સાથે તેમના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા હતા. ચારેય સભ્યોના સંપર્કમાં આવેલા 75 વ્યક્તિઓના પાલિકાએ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા. પરંતુ તેમનો તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરિવારના 4 સભ્યો પૈકી 2 વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. 1 વ્યક્તિએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે એક સભ્ય 18 વર્ષથી ઓછી ઉમર હોવાથી તેણે વેક્સિન લીધી નથી. એક સભ્ય શિક્ષિકા છે.શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ

પોઝિટિવ કેસનો આંક 143660 થયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, આજ રોજ શહેરમાં 04 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયાં હતાં. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143660 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેરમાંથી 08 અને જિલ્લામાંથી 00 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 08 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ છે.

આજે તમામ સેન્ટરો કાર્યરત
બુધવારે 38556 વ્યકતિને ડોઝ મુકવામાં આવ્યા હતા. આ સાથે શહેરમાં કુલ રસીકરણ 90.26 ટકાએ પહોંચી ગયું છે. શહેરમાં પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યાર સુધીમાં 43,33,439નું રસીકરણ થયું છે. જેમાં 30,98,717 એ પ્રથમ અને 12,34,722એ બીજો ડોઝ મુકાવ્યો છે. આવતીકાલે શહેરના તમામ રસીકરણ સેન્ટરો કાર્યરત છે. 73 સેન્ટર પર કોવિશિલ્ડનના પ્રથમ અને 65 સેન્ટર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોવિન પોર્ટલ પર કોવીશીલ્ડ રસી માટેની ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે અલગથી 36 સેન્ટરો કાર્યરત છે.