તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 262 કેસ સામે 274 લોકોને ડિસ્ચાર્જ કરાયા, 4 મોત સાથે મૃત્યુઆંક 879 પર પહોંચ્યો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 165 દર્દીઓની હાલત ગંભીર
  • પ્રતિભા ગ્રુપના ડાયરેક્ટર મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી મોત થયું

કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 262 કેસ સામે આવ્યાં છે. જેની સામે 274 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. કોરોના પોઝિટિવનો કુલ આંકડો 25,135 થયો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા વધીને 21,806 થઈ છે.સુરતના જાણીતા પ્રતિભા ગ્રુપના ડાયરેક્ટર મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી મોત થયું છે જેની સાથે આજે કુલ ચાર મોત સાથે મૃત્યુઆંક 879 થયો છે. જ્યારે શહેર અને જિલ્લામાં હાલ કુલ 2450 એક્ટિવ કેસ છે.

અઠવા ઝોનમાં 51 કેસ સામે આવ્યા
પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 155 કેસમાંથી સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 51 સામે આવ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી અઠવા ઝોન એપી સેન્ટર બની ગયું છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં ચેતવણીના બોર્ડ મારવાની સાથે સાથે લોકોને સચેત રહેવા સૂચના આપવાની સાથે તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં અઠવામાં કેસ ઘટવાનું નામ લેતા નથી જેથી હાલ અઠવા ઝોનના કુલ કેસ વધીને 3190 થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 16 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલમાં 166 દર્દીઓ પૈકી 110ની હાલત ગંભીર છે. 7 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 77 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 74 પૈકી 55 દર્દીઓની હાલત ગંભીર છે. 9 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 77 ઓક્સિજન પર છે.