તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:વધુ 268 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 33,449 થયો, 3 મોત સાથે મૃત્યુઆંક 977 પર પહોંચ્યો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 107 દર્દીની હાલત ગંભીર

કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 268 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 33,449 પર પહોંચ્યો છે. વધુ 3 મોત સાથે મૃત્યુઆંક 977 થયો છે. આજે શહેરમાંથી 179 અને જિલ્લામાંથી 107 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 30,388 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2084 એક્ટિવ કેસ છે.

સિટીમાં કુલ 42121 અને જિલ્લામાં 9060 કેસ
સુરત સિટીમાં કુલ 24121 પોઝિટિવ કેસમા 703ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9060 કેસ પૈકી 271ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 33181 કેસમાં 974ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22111 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 7991 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 106 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 51 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,4 બાઈપેપ અને 33 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો