તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણમાં ફરીથી ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 49 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 53,066 પર પહોંચ્યો છે. કોરોનાના કારણે છેલ્લા થોડા દિવસોથી નવું મૃત્યુ ન થતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 26 અને જિલ્લામાંથી 1 વ્યક્તિને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,609 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 320 એક્ટિવ કેસ છે.
એએસઆઈ, વિદ્યાર્થી, કાપડના વેપારી સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં એએસઆઈ, વિદ્યાર્થી, કાપડના વેપારી સહિત 35 વ્યક્તિઓ સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ગોડાદરા પોલીસ મથકના એએસઆઈ, કાપડના વેપારી, ફુટવેર શોપના માલીક, વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, બ્રોકર, ઈસ્ટ ઝોનમાં વિદ્યાર્થી અને સેન્ટ્રલ ઝોનમાં મંદિરના પુજારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સિવિલ અને સ્મીમેરમાં 3 દર્દી વેન્ટિલેટર
આ સાથે ફરીથી પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી થતા એક્ટિવ કેસમાં વધારો થયો છે અને ફરીથી એક્ટિવ કેસ 300ની ઉપર પહોંચી 306 નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓ પૈકી 1 ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 8 પૈકી 5 ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 1 બાઇપેપ, 2 ઓક્સિજન પર છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.