કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસના માત્ર 10 દર્દીઓ સિવિલ-સ્મીમેરમાં દાખલ, રિક્વરી રેટ વધીને 98.50 ટકા થયો,આજે 155 સેન્ટર પર રસી અપાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. - Divya Bhaskar
ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે.
  • શહેર જિલ્લામાં કોરોનાના કુલ 54 એક્ટિવ કેસ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જોકે, કેસ 10ની નીચે હોવાથી થોડી રાહત છે. આ સાથે દરરોજ મ્યુકોરમાઇકોસિસના કેસ પણ નોંધાઈ રહ્યા છે. મ્યુકોરના નવા બે દર્દી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ રિક્વરી રેટ 98.50 ટકા થયો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના માત્ર 10 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રસીકરણ માટે શહેરના વિવિધ ઝોનમાં 155 અલગ અલગ સેન્ટર પર રસી આપવામાં આવશે.

કુલ પોઝિટિવની સંખ્યા 1,43,549 થઈ
શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના નવા 2 કેસ સામે આવ્યાં હતાં. શહેરમાં 2 અને જિલ્લામાં પણ નવા 0 કેસ સામે આવ્યાં હતાં. જેને પગલે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 1,43,549 પર પહોંચી ગઈ છે. એકપણ વ્યક્તિએ કોરોનામાં જીવ ખોયો ન હતો. અત્યાર સુધીમાં 2114 લોકોના મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. શહેરમાં ગત રોજ 2 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં કોરોનાના કુલ 54 એક્ટિવ કેસ છે.

મ્યુકોરમાં સામાન્ય વધારો
મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં વધુ એક દર્દી મળી 12 દર્દી દાખલ છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં નવા એક દર્દી સાથે 3 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 45 અને સ્મીમેરમાં 25 મળી કુલ 70 દર્દીઓ મોતને ભેટયા છે.

વેક્સિન સેન્ટરનું લિસ્ટ