કોરોના સુરત LIVE:વધુ 255 કેસ સામે પોઝિટિવનો આંકડો 24,873 થયો, 279 દર્દીઓ ડિસ્ચાર્જ, 1ના મોત સાથે મૃત્યુઆંક 875

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 162 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લા અને પાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 255 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 24,873 થયો છે. આજે એક મોત સાથે મૃત્યુઆંક 875 પર પહોંચ્યો છે. શહેરમાંથી 166 અને જિલ્લામાંથી 113 સાથે મળી 279 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. જેથી કોરોનામાંથી ડિસ્ચાર્જ થયેલાની કુલ સંખ્યા વધીને 21,532 થઈ છે. હાલ શહેર અને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં કુલ 2466 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

સિવિલ અને સ્મીમેરમાં 19 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં દાખલ 159 દર્દીઓ પૈકી 100ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 68 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 75 કોરોના દર્દી પૈકી 62 ગંભીર છે. 13 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 29 ઓક્સિજન પર છે.