તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:વધુ 249 કેસ સાથે પોઝિટિવનો આંકડો 33,181 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 974 પર પહોંચ્યો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણને લઈને પાલિકા દ્વારા શપથ લેવડાવવામાં આવી રહી છે.
  • સિવિલ અને સ્મીમેરમાં 10 દર્દી વેન્ટિલેટર પર

શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 249 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 33,181 પર પહોંચ્યો છે. આજે વધુ 2 મોત સાથે મૃત્યુઆંક 974 થયો છે. શહેરમાંથી આજે 178 અને જિલ્લામાંથી 124 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 30,102 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2105 કોરોનાના એક્ટિવ કેસ છે.

સિવિલ અને સ્મીમેરમાં 10 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 96 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 59 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 41 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 61 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 51 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 33 દર્દીઓ ઓક્સિજન પર છે.

સોશિયલ ડિસ્ટન્સની પ્રતિજ્ઞા લેવાઈ
સુરત ફાયર વિભાગે કોરોનાને લઈ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિમયોની પ્રતિજ્ઞા લીધી છે.કોરોના કાળમાં માસ્ક વગર ઘરની બહાર નિકલીશ નહીં તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી છે.દરેક જગ્યા એ 6 ફૂટ નું અંતર જાળવીશ અને પરિવારની ઈમ્યુનિટી પાવર વધારવા મદદ કરીશ.આજે સુરતમાં તમામ સરકારી કચેરીઓમાં આ પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો