તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 39657 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1026 થયો છે. ગત રોજ શહેરમાંથી 149 અને જિલ્લામાં 62 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી હતી.જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 37295 પર પહોંચી ગયો છે.
સિટીમાં કુલ 28934 અને 10723 કેસ
સુરત સિટીમાં કુલ 28934 પોઝિટિવ કેસમાં 746ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10723 કેસ પૈકી 280ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 39657 કેસમાં 1026ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 27280 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10015 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 37295 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.
સિવિલ અને સ્મીમેરમાં 5 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 92 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.