તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવનો આંકડો વધીને 1,43,390 થયો, મૃત્યુઆંક 2113 પર સ્થિર, રિક્વરની સંખ્યા 1,41,206 થઈ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ઘટવા છતાં પાલિકા દ્વારા નિયત ટેસ્ટ કરીને ફરીથી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રખાય છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ ઘટવા છતાં પાલિકા દ્વારા નિયત ટેસ્ટ કરીને ફરીથી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રખાય છે(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 71 નોંધાઈ

કોરોના સંક્રમણ ઘટીને એક અંક પર પહોંચી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,43,390 થયો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2113 થયો છે. શહેરમાંથી કોરોના મુક્ત જાહેર કરવામાં આવેલા દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,41,206 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 71 થઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. શહેરમાં 05 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 71 થઈ ગઈ છે.

મ્યુકરના નવા 6 કેસ, 1નું મોત
મ્યુકરના નવા 06 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 55 દર્દીઓ દાખલ છે. બુધવારે સિવિલ અને સ્મીમેરમાં એક પણ સર્જરી કરવામાં આવી ન હતી. અત્યાર સુધીમાં 481 સર્જરીઓ કરવામાં આવી છે.281 દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે.બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે દાખલ 1 દર્દીનું મોત નિપજ્યું છે.