તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 37 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 53,025 થયો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 51,582 થઈ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • ટેક્ષટાઈલ વેપારી, વિદ્યાર્થી, હીરા દલાલ સહિત અનેક સંક્રમીત

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52988 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાં 44 અને જિલ્લામાં 4 મળી 48 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51558 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

ટેક્ષટાઈલ વેપારી, વિદ્યાર્થી, હીરા દલાલ સહિત અનેક સંક્રમીત
નવા નોંધાયેલા કેસમાં ટેક્ષટાઈલ વેપારીઓ, વિદ્યાર્થી, હીરા દલાલ સહિત 31 વ્યક્તિઓ સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 3 ટેક્ષટાઈલ વેપારી, 2 વિદ્યાર્થી, ટ્યુશન ટીચર, બેંક કર્મચારી, બ્રોકર, હીરા દલાલ, વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, કાપડ દલાલ, ટીચર, ઈસ્ટ ઝોનમાં વાયરમેન, સેન્ટ્રલ ઝોનમાં વિદ્યાર્થી અને નોર્થ ઝોનમાં ફાયનાન્સ કંપનીના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 5 દર્દીની હાલત ગંભીર
પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં રવિવારે વધારો થતા ફરી એક વખત એક્ટિવ કેસની સંખ્યા 300થી નીચે પહોંચી 293 નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓ પૈકી 1 ગંભીર છે. જેમાં 1 બાઇપેપ પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 9 પૈકી 5 ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 2 ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો