તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 14 September 2021, Increase In Active Cases Of Corona, Only Covacin Vaccine Will Be Available At 41 Centers Today

કોરોના સુરત LIVE:સુરત શહેરમાં માત્ર 1 કેસ, જિલ્લામાં એક પણ નહીં, પોઝિટિવનો આંક 143656 થયો, વધુ 11 દર્દી ડિસ્ચાર્જ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસીકરણ કેન્દ્રોની સંખ્યા આજથી ફરી વધારી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રસીકરણ કેન્દ્રોની સંખ્યા આજથી ફરી વધારી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 77 નોંધાઈ

મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે, શહેરમાં 01 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 01 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143656 થઈ ગઈ છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 11 દર્દીને રજા આપવામાં આવી છે.

વેક્સિનેશનનું સરવૈયું
શહેરમાં વેક્સિનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. શનિવારે 28 હજાર લોકોનું રસીકરણ થયું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42,43,034 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. જેમાં પ્રથમ ડોઝ 30,57,558 અને બીજો ડોઝ 11,83,476 લોકોને અપાઇ છે. શહેરમાં 34,32,737ને રસી આપવાના ટાર્ગેટ સામે 30.57 લાખને પ્રથમ ડોઝ અપાતા 89.07 ટકા જેટલી રસીકરણની કામગીરી થઇ ગઇ છે. 38.72 ટકા લોકોને બીજો ડોઝ મૂકાયો છે. આજે કોવીશીલ્ડના સેન્ટરો બંધ છે માત્ર 41 સેન્ટર પર કોવેક્સિન જ મળશે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ