• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 14 December 2020, The Number Of Positive Cases More Than 46500 And And Number Of Recovered Cross 44000

કોરોના સુરત LIVE:વધુ 176 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 46,706 થઈ, 3 મોત સાથે મૃત્યુઆંક 1096 પર પહોંચ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 49 દર્દીઓની હાલત ગંભીર

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 176 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધઈને 46,706 થયો છે. 3 મોત સાથે મૃત્યુઆંક વધીને 1096 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 35 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 44,423 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 1187 પર પહોંચી ગઈ છે.

કાપડ દલાલ, કાપડ વેપારી, હીરા વેપારી સહિત અનેક સંક્રમિત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કાપડ દલાલ, કાપડના વેપારી, હીરા વેપારી સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, કાપડ દલાલ, કાપડના વેપારી, પ્લાયવુડના વેપારી, નવી સિવિલના કોવિડ કન્સલટન્ટ, હીરા વેપારી, વેસ્ટ ઝોનમાં પનીરના વેપારી, હીરા દલાલ, બેંક કર્મચારી, વેસ્ટ ઝોનમાં બિલ્ડર, સેન્ટ્રલ ઝોનમાં ડાઈંગના વ્યવસાઈ, સાઉથ ઝોનમાં એકાઉન્ટન્ટ, નોર્થ ઝોનમાં રત્નકલાકાર, ખેડૂત, ઈસ્ટ ઝોનમાં સેલ્સમેન અને કાપડના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 67 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 32 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 21 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 17 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 8 બાઈપેપ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.