તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 13 September 2021, Increase In Active Cases Of Corona, Only Covacin Vaccine Will Be Available At 41 Centers Today

કોરોના સુરત LIVE:દોઢ મહિના બાદ ધીમી ગતિએ પોઝિટિવ કેસમાં વધારો, આજે વધુ 7 કેસ નોંધાતા આંક 143655, 2 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધીમી ગતિએ આગળ વધતા કોરોનાને લઈને તબીબોએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ધીમી ગતિએ આગળ વધતા કોરોનાને લઈને તબીબોએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 નોંધાઈ

કોરોનામાં ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે. દોઢ મહિના બાદ શહેરમાં 6 અને જિલ્લામાં 1 કેસ સાથે વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143655 થઈ ગઈ છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 1 અને જિલ્લામાંથી 1દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા 2 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 141452 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

વેક્સિનેશનનું સરવૈયું
શહેરમાં વેક્સિનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. શનિવારે 28 હજાર લોકોનું રસીકરણ થયું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42,43,034 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. જેમાં પ્રથમ ડોઝ 30,57,558 અને બીજો ડોઝ 11,83,476 લોકોને અપાઇ છે. શહેરમાં 34,32,737ને રસી આપવાના ટાર્ગેટ સામે 30.57 લાખને પ્રથમ ડોઝ અપાતા 89.07 ટકા જેટલી રસીકરણની કામગીરી થઇ ગઇ છે. 38.72 ટકા લોકોને બીજો ડોઝ મૂકાયો છે. આજે કોવીશીલ્ડના સેન્ટરો બંધ છે માત્ર 41 સેન્ટર પર કોવેક્સિન જ મળશે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ