કોરોના સુરત LIVE:સિટીમાં 4 અને જિલ્લામાં એક પણ કેસ નહીં, પોઝિટિવ કેસનો આંક 143829 પર પહોંચ્યો, વધુ 7 દર્દી ડિસ્ચાર્જ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ શહેરીજનોને રસી આપવાના હેતુથી રસીકરણ વધારી દેવામાં આવ્યું છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ શહેરીજનોને રસી આપવાના હેતુથી રસીકરણ વધારી દેવામાં આવ્યું છે(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 81 થઈ ગઈ

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે શહેરમાં 04 અને જિલ્લામાં 00 કેસ મળી 04 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143829 પર પહોંચી ગયો છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 143829 થયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, આજે શહેરમાં 04 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143829 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજે શહેરમાંથી 06 અને જિલ્લામાંથી 01 મળી 07 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141633 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 81 થઈ ગઈ છે.

વેક્સિનેશનનું સરવૈયું
સુરત મહાનગર પાલિકા દ્વારા અગાઉ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ઝડપથી શહેરીજનોને બન્ને ડોઝ વેક્સિનના મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 35 સેન્ટર પર પ્રથમ ડોઝ,80 સેન્ટર પર બીજો ડોઝ અને 2 વિદેશ જનારા લોકો માટે તથા 38 સેન્ટર પર એપોઈન્ટમેન્ટથી રસી અપાઈ રહી છે. 10 સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ