તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવની સંખ્યા વધીને 1,31,963 પર પહોંચી ગઈ, મૃત્યુઆંક વધીને 1921 થયો, એક્ટિવ કેસ 10,398 રહ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ઓછુ થયું હોય તેમ ટેસ્ટિંગમાં કેસ ઓછા નોધાઈ રહ્યાં છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણ ઓછુ થયું હોય તેમ ટેસ્ટિંગમાં કેસ ઓછા નોધાઈ રહ્યાં છે.
  • શહેર જિલ્લામાં 119644 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે

કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 131963 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1921 થઈ ગયો છે. તેની સામે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 119644 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10398 થઈ ગઈ છે.

મ્યુકર માઈકોસિસ માટે વોર્ડ
કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા બાદ હવે મ્યુકર માઈકોસિસ નામની નવી ગંભીર બિમારીમાં સપડાઈ રહ્યાં છે. શહેરમાં વધી રહેલા મ્યુકર માઈકોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સિવિલમાં મ્યુકર માઈકોસિસના કુલ ૨૫ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી ત્રણ દર્દીઓની બુધવારે સર્જરી કરવામાં આવી હતી. ઈ.એન.ટી. હેડ અને પ્રો.ડો.જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વોર્ડમાં આસિ. પ્રોફેસર ડો.રાહુલ પટેલ, આસિ. પ્રો.ડો. આનંદ ચૌધરી સહિતની ટીમે ફરજ નિભાવી છે.

સ્મીમર હોસ્પિટલની હાલની સ્થિતિ
-હોસ્પિટલમાં કુલ 326 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 214 પોઝીટીવ દર્દીઓ, 31 શંકાસ્પદ દર્દીઓ, તથા 81 નેગેટીવ દર્દીઓ છે.
-214 પોઝીટીવ દર્દીઓ પૈકી 27 વેન્ટીલેટર, 67 બાયપેપ , 91 ઓકિસજન પર અને અન્ય 29 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
-છેલ્લા ૨૪ કલાકમાં 13 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 10 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
- હેલ્પ ડેસ્કઃ- 264 ઓડિયો કોલ, 328 વિડીયો કોલકરવામાં આવ્યા. 343 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.