તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 53 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 52,950 થયો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,510 થઈ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 5 દર્દી વેન્ટિલેટર પર

કોરોના સંક્રમણમાં ફરીથી વધારો દેખાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 53 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,950 થઈ છે. આજે પણ કોઈ મોત ન નીપજતા મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 35 અને જિલ્લામાંથી બે લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 51,510 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 303 એક્ટિવ કેસ છે.

બારડોલી અને ચોર્યાસીમાં 1-1 કેસ
જિલ્લામાં કોરોનાનું જોર ઘટી રહ્યું હોવાનું આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે .જિલ્લાના અલગ અલગ તાલુકાઓની વાત કરીએ તો બારડોલીમાં 1 કેસ અને ચોર્યાસીમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ઓલપાડ, કામરેજ, પલસાણા, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં એકપણ કેસ સામે આવ્યો ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો